khissu

ઓહ બાપ રે ! હવેથી પશુઓના પણ આધારકાર્ડ બનશે, શું તમારી પાસે છે ચુલબુલી તો જલ્દી બનાવી લેજો આધારકાર્ડ

દેશમાં માણસોની ઓળખ માટે આધારકાર્ડ શરૂ કરવામાં આવ્યા હતા. જે થકી કોઈપણ મનુષ્યની ઓળખ થઈ શકે છે. દેશમાં આધારકાર્ડની શરૂઆત ૨૮ જાન્યુઆરી ૨૦૦૯ થી શરૂઆત થઈ હતી. આ આધારકાર્ડમાં ૧૨ અંકનો યુનિક નંબર હોય છે જે દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય છે. આધારકાર્ડ માટે લોકોની લાંબી લાઈનો લાગતી હતી. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં હવે પશુઓના પણ આધારકાર્ડ બનાવવામાં આવશે.


જી હા મિત્રો, ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પશુઓના આધારકાર્ડ બનાવવાનું શરૂ થશે. જે તે પશુપાલકોના પશુઓની એક ઓળખ તૈયાર થશે. પશુપાલકોએ પોતાના પશુઓની સારવાર માટે ઘણું વેઠવું પડે છે આ જ સમસ્યાનો ઉકેલ લાવવા બનાસકાંઠા જિલ્લામાં પશુઓની સારવાર માટે એક એપ્લિકેશન તૈયાર કરી છે જેમાં દરેક પશુઓના આધારકાર્ડ લિંક કરવામાં આવશે.


બનાસકાંઠામાં પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પોતાના ૨૦ લાખથી વધુ પશુઓનું દૂધ બનાસ ડેરી માં ભરે છે. ત્યારે હવે પશુપાલકોને પોતાના પશુઓની સારવાર માટે મુશ્કેલી ના વેઠવી પડે તે માટે હવે મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે જે એપ્લિકેશનમાં દરેક પશુઓના આધારકાર્ડ લિંક કરવામાં આવશે. આમ પશુઓનું એક ઓળખકાર્ડ તૈયાર કરવામાં આવશે અને પશુઓની સારવાર માટે ૧૦૮ ની જેમ એમ્બ્યુલન્સ પુરી પાડવામાં આવશે.