હવેથી આધારકાર્ડની જેમ ચૂંટણીકાર્ડ પણ જાતે ઓનલાઇન ડાઉનલોડ કરી શકશો, આજથી જ સુવિધા ઉપલબ્ધ કરાઈ, જાણો કેવી રીતે ?

હવેથી આધારકાર્ડની જેમ ચૂંટણીકાર્ડ પણ જાતે ઓનલાઇન ડાઉનલોડ કરી શકશો, આજથી જ સુવિધા ઉપલબ્ધ કરાઈ, જાણો કેવી રીતે ?

તમે આધારકાર્ડ uaidai ની અધિકૃત વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી જ શકો છો એવી જ રીતે હવે  ચૂંટણી કાર્ડ પણ ડાઉનલોડ કરી શકો છો. આ માટે ભારતીય ચૂંટણી પંચે ૨૫ જાન્યુઆરીથી ઇલેકટ્રોનિક ઇલેક્ટર્સ ફોટો આઇડેન્ટિટી કાર્ડ (e-EPIC) એપની શરૂઆત કરવા જઈ રહ્યું છે.


આ e-EPIC એપની ની મદદથી તમે ઓનલાઇન ચુંટણીકાર્ડ ડાઉનલોડ કરી શકો છો. આ એક સારી સુવિધા પૂરી પાડી છે જેનાથી લોકોને હાર્ડકોપી સાથે નહીં રાખવી પડે જ્યાં પણ ડોક્યુમેન્ટની જરૂર પડે ત્યારે મોબાઈલમાંથી pdf ફાઈલ આપી શકે છે.


આ એપ બે તબક્કામાં લોન્ચ કરવામાં આવશે જેમાં પ્રથમ તબક્કો ૨૫ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી સુધી રહેશે અને આ તબક્કામાં ૧૯ હજાર નવા મતદારોને આપવામાં આવશે. જ્યારે બીજો તબક્કો ૧ ફેબ્રુઆરીથી શરૂ થશે આ તબક્કામાં તમામ મતદાતાઓને આવરી લેવાશે.


આ સુવિધાનો લાભ લેવા શુ કરવું ?


આ સુવિધાનો લાભ લેવા તમારો મોબાઈલ નંબર ચૂંટણીકાર્ડ સાથે લિંક હોવો જોઈએ જેથી તમારા મોબાઈલ નંબર પર OTP મોકલી શકે. જ્યારે તમે e-EPIC એપ્લિકેશન ખોલશો તમને તમારો ચૂંટણીકાર્ડ નંબર, નામ અને મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર OTP આવશે અને OTP દાખલ કર્યા બાદ તમે તમારું  ચૂંટણીકાર્ડ ડાઉનલોડ કરી શકશો.


આ સુવિધાથી તમારે ચૂંટણીકાર્ડ બનાવવા માટે રાહ નહીં જોવી પડે અને જો ચુંટણી કાર્ડમાં સુધારો કરાવવો હોય તે પણ ઓનલાઈન થઈ જશે તેના માટે આમતેમ ભટકવાની જરૂર નથી.


જુના મતદારોએ ફરીથી રિવેરિફિકેશન કરવું પડશે.


જે લોકોનું પહેલાથી જ મતદાર યાદીમાં નામ છે તેઓએ ડિજિટલ કાર્ડ બનાવવા માટે ફરીથી પોતાની વિગતો આપવાની રહેશે જેમાં તમારે મોબાઈલ નંબર અને ઈમેઇલ આઈડી પણ આપવાની રહેશે. આ એક પ્રકારની કેવાયસી જેવું જ હોય છે જેથી જૂની વિગતો  અપડેટ થઈ જાય.