10 પાસ પર પોસ્ટ ઓફિસમાં મોટી ભરતી, 44,200 જગ્યા માટે અરજીની જાહેરાત

10 પાસ પર પોસ્ટ ઓફિસમાં મોટી ભરતી, 44,200 જગ્યા માટે અરજીની જાહેરાત

સરકારી નોકરી કરવાનું મન છે અને વધુ અભ્યાસ નથી કર્યો તો ચિંતા ન કરો. ઈન્ડિયા પોસ્ટે આજે એક નોટિફિકેશન જાહેર કર્યું છે. તે પ્રમાણે ગ્રામીણ ડાક સેવક (જીડીએસ) સહિત ઘણા પદ માટે 44,228 ખાલી પદો પર ભરતી કરવાની છે.

જે ઉમેદવાર આ ભરતી માટે અરજી કરવા ઈચ્છે છે તે સત્તાવાર વેબસાઈટ indiapostgdsonline.gov.in જઈ કરી શકે છે. મહત્વનું છે કે ઓનલાઈન અરજી આજથી એટલે કે 15 જુલાઈથી શરૂ થઈ ગઈ છે, જે 5 ઓગસ્ટ 2024 સુધી ચાલશે.

આ પણ વાંચો: વરસાદ ભલે આવતો હોય, જલ્દી જાવ અને આજે લાભ લો આ યોજનાનો , BOB ગ્રાહકો ખુશ ખબર

આ દિવસથી કરી શકશો સુધાર
સફળતાપૂર્વક અરજી કર્યા બાદ 6થી 8 ઓગસ્ટ વચ્ચે ફોર્મમાં સુધાર કરવા કે જરૂરી ડોકયુમેન્ટ્સ અપલોડ કરવા માટે બે દિવસનો સમય આપવામાં આવશે. આ ભરતી દ્વારા બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (બીપીએમ) અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (એબીપીએમ)/ ગ્રામીણ ડાક સેવક (જીડીએસ) ના રૂપમાં નિમણૂંક કરવામાં આવશે.


કુલ કેટલા પદો ભરાશે
આ પદો પર અરજી કરનાર જાણી લે કે ભારતમાં કુલ 44,228 ભરતી બહાર પાડવામાં આવી છે અને 18-40 વર્ષની ઉંમર વચ્ચેનો કોઈપણ વ્યક્તિ જે ધોરણ 10 પાસ છે તે અરજી કરી શકે છે. ઉમેદવારએ કોઈપણ સરકારી માન્યતા પ્રાપ્ત સ્કૂલ બોર્ડમાંથી ગણિત અને અંગ્રેજી સાથે પાસ નંબર દેખાડતું પોતાનું માધ્યમિક વિદ્યાલય પરીક્ષા પાસ સર્ટિફિકેટ રજૂ કરવું પડશે. અરજી કરનાર ઉમેદવારે 3 પ્રક્રિયામાંથી પસાર થવું પડશેઃ રજીસ્ટ્રેશન, અરજી ફી અને ઓનલાઈન અરજી.

સેલેરી આ પ્રકારે છે
ભરતી માટે પગાર આ પ્રકારે છે
ABPM/GDS માટે દર મહિને ₹10,000-24,470
BPM માટે ₹12,000-29,380

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

India Post GDS Recruitment 2024: કઈ રીતે કરશો અરજી?
સૌથી પહેલા ઈન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઇટ www.indiapostgdsonline.gov.in ઓપન કરો અને અહીં તમારૂ રજીસ્ટ્રેશન કરો.
પાસવર્ડની સાથે રજીસ્ટ્રેશન કરવા માટે તમારે એક મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીની જરૂર પડશે. 
પછી ઓનલાઈન રજીસ્ટ્રેશન પૂરુ કર્યા બાદ તમારે અરજી ફી ચૂકવવી પડશે.
ચૂકવણી કર્યા બાદ તમે ડિવીઝન અને એક્સરસાઇઝ વિકલ્પોમાંથી પોતાની પસંદગી કરી ઓનલાઈન અરજી કરી શકો છો.
તમને આપવામાં આવેલ ફોર્મેટ અને સાઇઝ અનુસાર અરજી જમા કરતા પહેલા એક ફોટો અને ડિજિટલ સિગ્નેચર અપલોડ કરવી પડશે. 
તમારે તે ડિવીઝનનો ડિવીઝનલ હેડને પસંદ કરવા પડશે જે માટે તમે અરજી કરી રહ્યાં છો, જે ભરતી બાદના તબક્કામાં તમારા ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન કરશે. 
આ ભરતીની વધુ જાણકારી માટે તમે સત્તાવાર નોટિફિકેશન જોઈ શકો છો.