હવે બેંક ઓફ બરોડાએ ખાતાધારકને તેમના એટીએમ કાર્ડનો ઉપયોગ કર્યા વિના એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડવાની મંજૂરી આપે છે.
દરેક વ્યક્તિએ તેમના જીવનમાં એવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો હશે જ્યારે તેમનું ATM કાર્ડ કાં તો ખરાબ થઈ ગયું હોય અથવા કોઈ ચોક્કસ ATM મશીન પર સ્વીકારવામાં ન આવ્યું હોય. આ એક વિચિત્ર પરિસ્થિતિ બનાવે છે, કારણ કે તમારા ખાતામાં પૈસા હોવા છતાં, તમે તેને ઉપાડી શકતા નથી.
હવે એવું રહેશે નહીં, કારણ કે બેંક ઓફ બરોડા (BoB) એક અનોખી સ્કીમ લઈને આવી છે જેમાં કોઈ પણ વ્યક્તિ તેમના UPI દ્વારા ATM મશીનમાંથી પૈસા ઉપાડી શકે છે. ઇન્ટરઓપરેબલ કાર્ડલેસ કેશ વિડ્રોઅલ (ICCW) તરીકે ઓળખાતી સુવિધા, ખાતાધારકને તેમના એટીએમ કાર્ડનો ઉપયોગ કર્યા વિના એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડવાની મંજૂરી આપે છે.
BOBની આ સેવા તેના પ્રારંભિક તબક્કામાં હોવાથી, BOB એ ઉપાડ માટે પ્રતિ દિવસ 5,000 રૂપિયાની મર્યાદા નક્કી કરી છે. જો કે, બેંક ખાતાધારકને 5,000 રૂપિયાની મર્યાદા સાથે દિવસમાં બે વખત ICCW સુવિધાનો ઉપયોગ કરવાની પરવાનગી આપી રહી છે.
લાભ લેવા શું કરવાનું? આ સુવિધાનો લાભ લેવા માટે ખાતા ધારકોએ તેમની BoB શાખા દ્વારા ICCW સક્રિય કરાવવું પડશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા બેંકોને ATMમાંથી ICCW હેઠળ રોકડ ઉપાડની સુવિધા આપવા માટે કહ્યું તે પછી bob બેંકે આ પગલું ભર્યું હતું.