khissu

ચૂંટણી પછી વધી જશે મોબાઈલનું બિલ! જાણો Jio, Airtel અને Viનું રિચાર્જ કેટલું મોંઘુ થશે?

Gadgets News: લોકસભા ચૂંટણી બાદ મોબાઈલ બિલ મોંઘા થઈ જશે. ટેલિકોમ કંપનીઓ દ્વારા ટેરિફ વધારવાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ વધારો શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં જોવા મળશે. જો રિપોર્ટ્સનું માનીએ તો પોસ્ટપેડની સાથે પ્રીપેડ પ્લાન્સમાં પણ વધારો થશે. ઉપરાંત ઇન્ટરનેટ પ્લાન પણ પહેલા કરતા મોંઘા થઈ શકે છે.

શા માટે વધી રહ્યું છે?

રિપોર્ટ અનુસાર મોબાઈલ રિચાર્જમાં ઓછામાં ઓછો 25 ટકાનો વધારો થશે. ટેલિકોમ કંપનીઓનું કહેવું છે કે આ પ્રકારનું પગલું પ્રતિ યુઝર્સ સરેરાશ આવક (ARPU) વધારવાના ઉદ્દેશ્યથી લેવામાં આવી રહ્યું છે. સરળ શબ્દોમાં કહીએ તો, દરેક યુઝર્સ દ્વારા કરવામાં આવતા ખર્ચની તુલનામાં આવક ઘટી રહી છે, જેના કારણે ટેરિફ પ્લાનમાં વધારો કરવામાં આવી રહ્યો છે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

કેટલો વધારો થશે?

એક્સિસ કેપિટલનો અંદાજ છે કે ટેરિફ પ્લાન 25 ટકા વધી શકે છે. આવી સ્થિતિમાં 200 રૂપિયાનું રિચાર્જ 50 રૂપિયા મોંઘુ થઈ જશે. તેવી જ રીતે 500 રૂપિયાનું રિચાર્જ 125 રૂપિયા મોંઘુ થશે. ભારતી એરટેલ માટે બેઝ પ્રાઈસમાં રૂ. 29નો વધારો થશે. સાથે જ Jio રિચાર્જની મૂળ કિંમતમાં 26 રૂપિયાનો વધારો થઈ શકે છે.

Jio એ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 181.7 નું ARPU અનુમાન કર્યું છે, ઓક્ટોબર-ડિસેમ્બર 2023 દરમિયાન ભારતી એરટેલનું ARPU રૂ. 208 હતું, જ્યારે અને Vodafone Idea (Vi)નું ARPU રૂ. 145 હતું. આ કેલેન્ડર વર્ષના અંત સુધીમાં ARPUમાં 10-15 ટકાનો વધારો થશે. ટેલિકોમ કંપનીઓએ 2019 અને 2023 વચ્ચે દરોમાં લગભગ ત્રણ ગણો વધારો કર્યો છે.