કેન્દ્ર સરકાર દ્વારા ઘણી નાની બચત યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ યોજનાઓ એવા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે કે જેઓ ઓછા પૈસાનું રોકાણ કરીને ભવિષ્ય માટે સારી કોર્પસ બનાવવા માંગે છે. જો તમે પણ તમારી દીકરીના લગ્ન અથવા ઉચ્ચ શિક્ષણ માટે રોકાણ કરવા માંગો છો, તો તમારા માટે સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) માં રોકાણ કરવું વધુ સારું સાબિત થઈ શકે છે.
બહુ ઓછા લોકો જાણે છે કે સુકન્યા સમૃદ્ધિ હેઠળ ખાતું ખોલાવ્યા પછી, જો તમે તેને નિયમિત નથી રાખતા, તો તમારે દંડ ભરવો પડી શકે છે. પરંતુ, આ યોજનાની વિશેષતા એ છે કે તેમાં માત્ર રૂ.250 થી રોકાણ શરૂ કરી શકાય છે. અન્ય યોજનાઓની તુલનામાં આમાં વ્યાજ પણ સારું મળે છે. આ સાથે ટેક્સમાં છૂટનો લાભ પણ મળે છે.
કેટલો થશે દંડ
સરકાર સુકન્યા સ્મૃતિ યોજના પર વાર્ષિક 7.6 ટકાના દરે વ્યાજ આપી રહી છે. એક નાણાકીય વર્ષમાં વધુમાં વધુ રૂ. 1.5 લાખનું રોકાણ કરી શકાય છે. તે જ સમયે, જો ખાતું ખોલ્યા પછી કોઈપણ નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 250નું રોકાણ કરવામાં નહીં આવે, તો 50 રૂપિયાનો દંડ લાદવામાં આવશે. જો તમારી દીકરીની ઉંમર 10 વર્ષથી ઓછી છે, તો તેના નામે SSY ખાતું ખોલાવી શકાય છે.
આ યોજના હેઠળ એક દીકરીના નામે માત્ર એક જ ખાતું ખોલાવી શકાય છે. જો બે દીકરીઓ હોય તો બંનેના નામે અલગ-અલગ ખાતા ખોલાવવાના રહેશે. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ કોઈ પણ પોસ્ટ ઓફિસ કે બેંકમાં ખાતું ખોલાવી શકાય છે.