300 રૂપિયાથી ઓછી કિંમતમાં ધાંસુ પ્લાન, જાણો Airtel, Jio અને Viમાં કોણ છે બેસ્ટ

300 રૂપિયાથી ઓછી કિંમતમાં ધાંસુ પ્લાન, જાણો Airtel, Jio અને Viમાં કોણ છે બેસ્ટ

આજકાલ લોકોના ઇન્ટરનેટનાં વધતા ઉપયોગથી વાકેફ થઇને  Airtel, Jio અને Vi આ ત્રણેય કંપનીઓ ગ્રાહકોની માંગને સંતોષવા ઘણી કિંમતની શ્રેણીઓ સાથે પ્રીપેડ રિચાર્જ લઈને આવી છે. Airtel, Jio અને Vi ના ગ્રાહકો માટે એક એવો રિચાર્જ પ્લાન કે જે 300 રૂપિયાથી પણ ઓછી કિંમત ધરાવે છે. જેમાં ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગ, ફ્રી SMS અને બમ્પર ડેટાની સાથે ઘણી સુવિધાઓ પણ અપાશે. આ કંપનીઓ દ્વારા રોજ 1 GB થી 2 GB નો મર્યાદિત ડેટા આપવામાં આવે છે. જો તમે પણ આ કંપનીઓમાનાં એક ગ્રાહક છો તો તમારે આ સસ્તી કિંમતવાળો અને સારો રિચાર્જ પ્લાન જાણવો જરૂરી છે.  

રિલાયન્સ જિયોનો રૂ. 249 નો પ્લાન
Jioના રૂ. 249ના પ્લાનની વાત કરીએ તો તે 23 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ રિચાર્જ પેકમાં ગ્રાહકોને દરરોજ 2 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. એટલે કે Jio યુઝર્સ 46 GB ડેટાનો લાભ લઈ શકે છે. આમાં ગ્રાહકોને તમામ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી વોઈસ કોલની સુવિધા મળે છે. આ સાથે આ પ્લાનમાં દરરોજ 100 SMSનો પણ લાભ લઈ શકાય છે. આ સિવાય JioTV, JioCinema JioSecurity જેવી એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ કંપની દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે.

વોડાફોનનો રૂ. 269 નો પ્લાન
આ Vodafone પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ રિચાર્જ પ્લાનમાં ગ્રાહકોને દરેક નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ સાથે દરરોજ 100 SMS આપવામાં આવી રહ્યા છે. આ પ્લાનમાં ગ્રાહકોને ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે દરરોજ 1GB ડેટા મળે છે. એટલે કે આ પ્લાન હેઠળ Vodafone યુઝર્સ કુલ 28 GB ડેટાનો લાભ લઈ શકે છે.

એરટેલ રૂ 299નો પ્લાન
હવે આપણે એરટેલની વાત કરીએ તો  તેના 299ના પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 1.5GB ડેટા મળે છે. આ ઉપરાંત આ પ્લાનમાં અનલિમિટેડ વોઈસ કોલિંગની સાથે દરરોજ 100 SMSની સુવિધા પણ આપવામાં આવે છે. એરટેલનો આ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. એટલુ જ નહિં, આ પ્લાન સાથે એમેઝોન પ્રાઇમ વિડિયો મોબાઇલ એડિશનની 1 મહિનાની ફ્રી ટ્રાયલ પણ ઓફર કરવામાં આવી રહી છે. આ ઉપરાંત એરટેલ એક્સસ્ટ્રીમ પ્રીમિયમ, વિંક મ્યુઝિક ફ્રીની સુવિધા પણ ફ્રીમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ સિવાય FASTag પર 100 રૂપિયાનું કેશબેક આપવામાં આવી રહ્યું છે.