Top Stories
khissu

ફિલ્મોમાં ગુંડાઓને મારી નાખતા અક્ષય કુમારને ડાકુઓનો ભેટો થતાં ફાટી પડી, ઢોંગ કરીને માંડ જીવતો બચ્યો!

Bollywood News: અક્ષય કુમાર એક એવો અભિનેતા છે કે જે સ્પોર્ટ્સમેન પ્લેયર છે અને માર્શલ આર્ટમાં પણ માસ્ટર છે. તેની સામે ખલનાયકો કંપી ઉઠે છે, પરંતુ એકવાર તે ખૂદ ડાકુઓને જોઈને ડરી ગયો હતો. આ અક્ષય કુમારના જીવનની એક એવી ઘટના છે, જેને તે યાદ રાખવા માંગતો નથી, પરંતુ તેણે પોતે આ વાત કહી હતી.

પહેલા અક્ષય આ કામ કરતો

દિલ્હીની ગલીઓમાં રાજીવ ભાટિયા તરીકે ઓળખાતો અક્ષય કુમાર અભિનયની દુનિયામાં આવતા પહેલા જ માર્શલ આર્ટમાં માહેર બની ગયો હતો. જો કે તે દરમિયાન તેણે ધંધો પણ કર્યો હતો. વાસ્તવમાં, શરૂઆતના દિવસોમાં, પૈસા કમાવવા માટે, અક્ષય કુમારે જ્વેલરી અને કપડાંના વ્યવસાયમાં પણ હાથ અજમાવ્યો.

ડાકુઓને જોઈને ફફડી ગયો

હવે બન્યું એવું કે જ્વેલરી અને કપડાના વ્યવસાય દરમિયાન, તેનો સામનો ડાકુઓ સાથે થયો હતો, જેને જોઈને અક્ષય કુમાર ખૂબ જ નર્વસ થઈ ગયો હતો. અક્ષય કુમારે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જ્વેલરી અને ક્લોથિંગ બિઝનેસ હેઠળ તે એક જગ્યાએથી સામાન ખરીદતો હતો અને બીજી જગ્યાએ વેચતો હતો. તે દરમિયાન, તે એકવાર ઘરેણાં અને કપડાં સાથે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. ટ્રેન ચંબલ વિસ્તારમાં પહોંચતા જ ડાકુઓએ હુમલો કર્યો.

આ રીતે અક્ષય કુમારનો જીવ બચી ગયો

અક્ષય કુમારે જણાવ્યું હતું કે બંદૂકોથી સજ્જ ડાકુઓએ લોકોને લૂંટવાનું શરૂ કર્યું હતું. જ્યારે લૂંટારુઓ અક્ષય કુમારની સીટ પાસે આવ્યા ત્યારે તે ખૂબ જ ડરી ગયો અને તેણે એવું વર્તન કરવાનું શરૂ કર્યું કે તે સૂતો હતો. તે દિવસે નસીબ અક્ષય કુમારની સાથે હતું, કારણ કે ડાકુઓએ તેમને પરેશાન કર્યો ન હતો. જો કે, તેઓએ તેની બેગ છીનવી લીધી હતી. અક્ષય કુમારના કહેવા પ્રમાણે, તે સમયે વાતાવરણ એવું હતું કે જો તેણે વિરોધ કર્યો હોત તો ડાકુઓએ તેને ગોળી મારી દીધી હોત.