Top Stories
આ 11 ખેલાડીઓ તમને અમીર બનાવી દેશે, આજની મેચ માટે ટીમ બનાવો અને ભવોભવની ભૂખ ભાંગી નાખો

આ 11 ખેલાડીઓ તમને અમીર બનાવી દેશે, આજની મેચ માટે ટીમ બનાવો અને ભવોભવની ભૂખ ભાંગી નાખો

IPL 2024માં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ રમાશે. આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. અહીં અમે તમને આ મેચની બેસ્ટ ડ્રીમ ઈલેવન એટલે કે ફેન્ટસી ઈલેવન જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે પણ આ મેચમાંથી કરોડો પોઈન્ટ જીતીને અમીર બનવા માંગતા હોવ તો આ લેખ ફક્ત તમારા માટે જ છે.

ફૅન્ટેસી ઈલેવન અથવા ડ્રીમ ઈલેવનમાં તમારે બંને ટીમના 22 ખેલાડીઓમાંથી 11 ખેલાડીઓ લઈને ટીમ બનાવવાની હોય છે. પછી તમારી જીત અને હાર મેચમાં આ 11 ખેલાડીઓના પ્રદર્શનના આધારે નક્કી થાય છે. જો તમે ટીમ બનાવો અને ટોસ વખતે તમને ખબર પડે કે તમારો ખેલાડી નથી રમી રહ્યો તો તમે તમારી ટીમમાં ફેરફાર પણ કરી શકો છો. જો કે, મેચ શરૂ થાય તે પહેલા તમારે તમારી અંતિમ ટીમ પસંદ કરવી પડશે.

ચેન્નાઈ સુપર કિંગ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન- રચિન રવિન્દ્ર, રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), અજિંક્ય રહાણે, શિવમ દુબે, ડેરીલ મિશેલ, રવિન્દ્ર જાડેજા, સમીર રિઝવી, એમએસ ધોની (વિકેટકીપર), દીપક ચહર, તુષાર દેશપાંડે અને મહેશ તિક્ષાના.

કોલકાતા નાઈટ રાઈડર્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન- સુનિલ નારાયણ, ફિલ સોલ્ટ, અંગક્રિશ રઘુવંશી, શ્રેયસ ઐયર, વેંકટેશ ઐયર, રિંકુ સિંઘ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિચેલ સ્ટાર્ક, હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તી.

ચેન્નાઈ અને કોલકાતા મેચની બેસ્ટ ડ્રીમ ઈલેવન

વિકેટકીપર- ફિલ સોલ્ટ

બેટ્સમેન- રૂતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, રચિન રવિન્દ્ર, શ્રેયસ અય્યર, વેંકટેશ ઐયર

ઓલરાઉન્ડર- શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા અને આન્દ્રે રસેલ

બોલર- વરુણ ચક્રવર્તી અને દીપક ચહર.

કેપ્ટન- શિવમ દુબે અને વાઇસ કેપ્ટન- વરુણ ચક્રવર્તી

આંકડામાં કોનું પલડું ભારે છે?

ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલના ઈતિહાસમાં ચેન્નાઈ અને કોલકાતાની ટીમો અત્યાર સુધીમાં 29 વખત ટકરાયા છે. આ સમયગાળા દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સે 18 વખત જીત મેળવી છે. જ્યારે કેકેઆર માત્ર 10 મેચ જીતી શકી છે. એક મેચનું પરિણામ આવ્યું ન હતું. જ્યારે ચેપોકમાં બંને ટીમો 10 વખત ટકરાયા છે. આ સમયગાળા દરમિયાન ચેન્નાઈ સાત વખત જીત્યું છે.