CMની સુરક્ષા, ખોળામાં દીકરી, હાથમાં વાયરલેસ.... DSPની ખુમારી જોઈ ખુદ મુખ્યમંત્રીને દીકરીને લાડ લડાવવા ધક્કો થયો

CMની સુરક્ષા, ખોળામાં દીકરી, હાથમાં વાયરલેસ.... DSPની ખુમારી જોઈ ખુદ મુખ્યમંત્રીને દીકરીને લાડ લડાવવા ધક્કો થયો

આપણા દેશમાં ઘણા એવા સરકારી કર્મચારીઓ છે કે જેણે ફરજ પર પોતાનું બધું જ ન્યૌચ્છાવર કરી દીધું હોય. ત્યારે હાલમાં જ એક આવો દાખલો સામે આવ્યો છે. મહિલા DSP મોનિકા સિંહનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં મોનિકા સિંહ તેની દોઢ વર્ષની બાળકી સાથે ફરજ બજાવી રહી છે. તે કોવિડના પડકારો વચ્ચે પણ ખંત સાથે ફરજ પર હતી. મોનિકા સિંહ અલીરાજપુર જિલ્લામાં ફિલ્ડ ડ્યુટી કરી રહી છે. મુખ્યમંત્રીની મુલાકાત વચ્ચે તેઓ હેલિપેડ પર સુરક્ષામાં રોકાયેલા હતા. ઘરમાં બાળકને સાચવવા માટે કોઈ નહોતું. આથી તે પોતે બાળકીને છાતીએ વળગીને ફરજ બજાવી રહી હતી.

અલીરાજપુર જિલ્લાના જોબત વિધાનસભા ક્ષેત્રમાં પેટાચૂંટણી છે. સીએમ શિવરાજ સિંહ ચૌહાણ મંગળવારે ચૂંટણી પ્રચાર માટે ત્યાં ગયા હતા. કબીરસેજ ગામમાં રાત્રી રોકાણ કરવામાં આવ્યું હતું. બુધવારે તેઓ ગામમાં જ ગ્રામજનોને મળ્યા હતા. હેલિપેડ પર જતી વખતે CM એ ડીએસપી મોનિકા સિંહને ફરજ પર જોયા. આ પછી મુખ્યમંત્રી બાળકીને લાડ લડાવવા પહોંચ્યા હતા.

CM શિવરાજ સિંહ ચૌહાણે મહિલા DSP ના કામની પ્રશંસા કરી હતી. મહિલા હોવા છતાં તે પોતાના માસુમ બાળક સાથે મહત્વની ફરજ પર છે. શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે અલીરાજપુર મુલાકાત દરમિયાન મેં જોયું કે ડીએસપી મોનિકા સિંહ તેની દોઢ વર્ષની પુત્રીને બેબી કેરિયર બેગમાં લઈ જઈ ફરજ પર હતા. તેમની ફરજ પ્રત્યેનું તેમનું સમર્પણ પ્રશંસનીય છે. મધ્યપ્રદેશને તમારા પર ગર્વ છે. હું તેમને લાડલી દીકરી માટે મારી શુભકામનાઓ અને આશીર્વાદ પાઠવું છું.

શિવરાજ સિંહ ચૌહાણ ડીએસપી મોનિકા સિંહની પુત્રીની સંભાળ રાખવા આવી રહ્યા હતા. સીએમને પોતાની તરફ આવતા જોઈને તેમણે પ્રોટોકોલનું પાલન કર્યું. શિવરાજ સિંહ ચૌહાણને ડીએસપીએ તેમની દીકરીને ખોળામાં અને હાથમાં વાયરલેસ સાથે સલામી આપી હતી. આ પછી સીએમ નજીક આવ્યા અને છોકરીને સ્નેહ કરવા લાગ્યા. તેમણે ડીએસપીની પુત્રીને ખૂબ આશીર્વાદ આપ્યા હતા.

મોનિકા સિંહ વિશે વાત કરીએ તો તેઓ 2017 બેચના ડીએસપી છે. તાલીમ પછી પ્રથમ પોસ્ટિંગ સિંધી જિલ્લામાં કરવામાં આવ્યું હતું. હાલમાં તે ક્રાઈમ બ્રાન્ચનો હવાલો સંભાળી રહી છે. તેનો પતિ એક ખાનગી કંપનીમાં કામ કરે છે. તે કામના કારણે ઘરની બહાર હતા. બાળકીની સંભાળ રાખનાર કોઈ નહોતું. તેથી તેને ફરજ પર સાથે લાવી હતી. સીએમની મૂવમેન્ટ દરમિયાન જ્યારે તે હેલિપેડ તરફ જવા લાગી તો બાળકી રડવા લાગી. પછી માતા તેને સાથે લઈ ગઈ અને ફરજ નિભાવી હતી.