ગુજરાતીઓ માટે ખુશખબર/ ગુજરાતની જનતા વિશ્વના દેશોમાં ઘરે બેઠા વેપાર કરી શકશે..

ગુજરાતીઓ માટે ખુશખબર/ ગુજરાતની જનતા વિશ્વના દેશોમાં ઘરે બેઠા વેપાર કરી શકશે..

 રાજ્યના MSME ઉદ્યોગો દ્વારા માઇક્રો સ્મોલ મિડીયા ઇન્ડસ્ટ્રી માટે ઈ કોમર્સના નવા દરવાજા ખુલી રહ્યા છે. રૂપાણી સરકારે લીધેલા આ મહત્વના પગલાંને કારણે મેડ ઈન ગુજરાત પ્રોડક્ટ્સ આંતરરાષ્ટ્રિય બજારો સુધી સરળતાથી પહોંચી શકશે. જેના કારણે નાના ઉદ્યોગોને પણ વેગ મળશે.

રાજ્યના MSME વિશ્વના 200 થી વધુ દેશોમાં પોતાની પ્રોડક્ટ્સ નિકાસ કરી શકે તે હેતુથી રાજ્ય સરકારના ખાણ વિભાગ અને એમેઝોન ઇ કોમર્સ કંપની વચ્ચે MoU થયા છે.

21 ટકા યોગદાન સાથે ગુજરાત બન્યું દેશનું પ્રથમ રાજ્ય: એમેઝોન ખાસ કરીને ટેક્સટાઇલ એન્ડ જ્વેલરી હસ્તકલા, કારીગરીની ચીજવસ્તુઓ તેમજ હેલ્થ કેર પ્રોડક્ટ અંતર્ગત herbal product અને ઓર્ગેનિક પ્રોડક્ટ માટે MSME ને વિશ્વના ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવશે. 2020-21 નાં વર્ષમાં ગુજરાત દેશની કુલ નિકાસમાં 21 ટકા યોગદાન સાથે એક્સપર્ટ ક્ષેત્રે દેશનું અગ્રીમ રાજ્ય બની ગયું છે.

વિવિધ જિલ્લાઓમાં થશે વર્કશોપ નુ આયોજન: ઉદ્યોગ વિભાગના સહયોગથી એમેઝોન રાજ્યમાં MSME ધરાવતા મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, ભરૂચ અને રાજકોટ સહિતના શહેરોમાં B2C ઇ કોમર્સ ટ્રેનિંગ સેશન અને વેબીનારનુ આયોજન કરાશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ હેતુસર આગામી દિવાળી પૂર્વે રાજ્યના ચાર રીજીયન MSME માટે એમઝોન તાલીમ કાર્યક્રમો શરૂ કરે તેવી સૂચના પણ આપી હતી.

દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર, આગાહી,  બજાર ભાવ, કાયદાકીય માહિતી, તથ્યો વગેરે જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો. આ માહિતી તમને પસંદ આવી હોય તો શેર કરવાનું ભૂલતા નહી.