khissu

અંબાલાલની દશેરા સુધી ઘાતક આગાહી, પવનના સુસવાટા અને કરા સાથે ભારે વરસાદ ખાબકશે, આજથી અસર શરૂ

Ambalal Patel: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. આ વાવાઝોડું મજબૂત બનશે અને ઉત્તર પૂર્વીય પવનોની ગતિ મળશે. જેના કારણે ભેજનું પ્રમાણ વધશે અને દેશના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ તો કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ આગાહી કરી છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંનેમાં વાવાઝોડા આકાર લેશે એવું પણ અંબાલાલનું કહેવું છે.

અંબાલાલે આગળ વાત કરી કે આજથી અરબી સમુદ્રમાં હલચલ શરૂ થઈ જશે. આવતીકાલે એટલે 18 ઓક્ટોબરથી એક લો પ્રેશર બનવાનું છે. જે 22 ઓક્ટોબર સુધીમાં વાવાઝોડું બની જશે. આ વાવઝોડું મજબુત હશે. તેને ઉત્તર પૂર્વીય પવનોની ગતિ મળશે અને બંગાળના ઉપસાગરનો ભેજ જોવા મળશે.

જેના કારણે આ સિસ્ટમ મજબુત બનવાથી પશ્ચિમ ઘાટ પર ગોવાથી નીચેના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જે ખરેખર ખેડૂતોને નુકસાન કરશે. એક પછી એક મજબુત વેસ્ટન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે ત્યારે 19 ઓક્ટોબર સુધીમા દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જમ્મુ કાશ્મિર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રેદશ તેમજ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે.

ગુજરાત માટે અંબાલાલે કહ્યું કે ભારે પવન અને કરા પડવાની શક્યતા રહેશે. બેક ટુ બેક સિસ્ટમ આવશે. 22 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના અમુક ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉતર ગુજરાત, મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યાતા છે. ઓક્ટોબરથી ગુજરાતના ભાગોમાંથી ચોમાસુ પીછેહટ થતુ જોવા મળશે અને ગરમી વધશે. એક પછી એક સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં છુટોછવાયો વરસાદ આવી શકે.