તાડપત્રી સહાય યોજના: આ મહીને ખેડૂતો માટે ભૂપેન્દ્ર પટેલ સરકારે ખેતીવાડીની યોજનાઓ બહાર પાડી છે. જેમાં 35 થી લઈને 75 ટકા સુધીની સબસીડી મળી રહી છે. આ વર્ષે કુલ 49 ઘટકો પર ખેડુતો અરજી કરી શકશે. જેમાં તાડપત્રી માટે અરજી કરી શકે છે. તમામ ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા રૂ.1250/- બે માંથી જે ઓછું હોય તે તેમજ અનુસુચિત જનજાતીનાં ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના 75 % અથવા રૂા.1875/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતાદીઠ વધુમાં વધુ 2 નંગ દર 3 વર્ષે મળી શકે. ફોર્મ 21, ફેબ્રુઆરીથી 21, માર્ચ સુધી એટલે કે 1 મહિનો સુધી સહાય લેવા માટેની અરજી કરવાના દરવાજા ખુલ્યા છે.
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાત રાજ્યમાંથી શિયાળો ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે. વહેલી સવારે ઠંડી અને બપોરે તડકો પડી રહ્યો છે. જોકે, સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક પ્રાંતમાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં મિશ્ર હવામાન વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે, માર્ચ મહિનાના બીજા અઠવાડિયાથી ગરમી શરૂ થશે. પારો 35થી 40 ડિગ્રીને પાર કરી જશે. ગુરૂવારથી આવનારા 48 કલાકમાં બાદ ધીમે ધીમે ગરમમાં વધારો થશે.
ધો-10 બોર્ડ પરીક્ષા નાબૂદ: દેશમાં હવે નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ આગામી વર્ષથી પુર્ણ રીતે લાગુ થઈ રહી છે અને તેના મોડેલ મુજબ ગુજરાત સરકાર આગામી શૈક્ષણિક વર્ષથી ધો.10ની બોર્ડ પરીક્ષા રદ કરે તેવી શકયતા છે. જેમાં હવે 5+3+3+3 નું નવું શૈક્ષણિક માળખુ આવશે જે હાલની 10+2 પદ્ધતિનું સ્થાન લેશે. નર્સરીમાં ચાર વર્ષના વિદ્યાર્થીને દાખલ કરાશે. જેથી ધો.12માં પહોંચે તો તે 18 વર્ષનો થઈ ગયો હોય છે.
ખાનગી કોલેજોમાં શિષ્યવૃત્તિ: રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે. ઉચ્ચ શિક્ષણના નોન FRC અભ્યાસક્રમોમાં ખાનગી કોલેજ/યુનિવર્સીટીમાં પ્રવેશ મેળવતા SC અને ST કેટેગરીના વિદ્યાર્થીઓના વિશાળ શૈક્ષણિક હિતોને ધ્યાને રાખી આ યોજના હેઠળની શિષ્યવૃત્તિની રકમ ચૂકવવામાં આવશે. જેમાં રૂ. ૨૪ કરોડનું વધારાનું ભારણ રાજ્ય સરકાર ઉપાડશે. રાજ્ય સરકાર આ ફિ સીધે સીધી જે તે સંસ્થામાં જ જમા કરાવી દેવાશે.
PSIની પ્રીલીમરી પરીક્ષા તારીખ જાહેર: રાજ્યમાં ગુજરાતમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ભરતીની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે. ભરતી બોર્ડના અધ્યક્ષે જાહેરાત કરી છે કે, 6 માર્ચે પ્રિલીમીનરી યોજાશે. ગાંધીનગર, અમદાવાદ સેન્ટર પર પરીક્ષા યોજાશે. પ્રિલિમિનરી પરીક્ષાને લગતી વિગતો હવે પછી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) ભરતી બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવશે.
બાઈક અને કાર માટે નવા નિયમો: સરકારે બાઈક અને કારને લગતા નવા નિયમો જાહેર કર્યા છે. જેમાં જો કોઈ કાર નિર્માતા, આયાતકાર અથવા ડીલર વાહનોના ઉત્પાદન અને જાળવણીના નિયમોનું ઉલ્લંઘન કરે તો તેને 1 વર્ષની જેલ અથવા 1 લાખ સુધીના દંડની સજા થઈ શકે છે. ટુ-વ્હીલર બાળકો માટે હાર્નેસ બેલ્ટનો ઉપયોગ કરવો પડશે અને વાહનની ઝડપ 40 કિમી પ્રતિ કલાક સુધી રાખવી પડશે. ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ અને 3 મહિના સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે.
ખેડૂતોને સ્માર્ટફોન વિતરણ: છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના ખેડૂતોને સ્માર્ટફોન આપવાની વાત ચાલી રહી હતી. આ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે યોજનાનું પહેલું પગલું લેવામાં આવ્યું છે. ગઈકાલે CM પટેલે ખેડૂતોને સ્માર્ટફોન વિતરણ કર્યું હતું જેથી આવનારા સમયમાં ખેડૂતો નવા ટ્રેન્ડ પ્રમાણે કામ કરી શકે. આ યોજના અંતર્ગત ખેડૂતોને સ્માર્ટફોન પર રૂપિયા 6 હજારની સહાય અપાશે અને બાકીના રૂપિયાની ચૂકવણી ખેડૂતે કરવાની રહેશે.