khissu

ધોધમાર વરસાદ વચ્ચે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, સાંભળીને આખું ગુજરાત થરથર ધ્રુજી ઉઠશે

Ambalal Patel: વરસાદના માહોલ વચ્ચે સૌથી વધારે ચિંતા ખેડૂતોને થઈ રહી છે. કારણ કે એમના ઉભા પાક તો કોઈના કાપણી થયેલા પાક તૈયાર છે. ખેડૂતોને એવું લાગી રહ્યું છે કે મોંમા આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. 

ત્યારે અંબાલાલ પટેલે ખેતી માટે જણાવ્યું હતું કે, તારીખ 24થી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તારીખ 27 બાદ મજબૂત વિક્ષેપો આવશે જેનાથી દેશના ઉત્તરિય પર્વતિય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા કરશે. એટલે ધીરે ધીરે શિયાળુ પાકને સાનુકૂળ હવામાન થતુ રહેશે.

અંબાલાલે કહ્યું કે આ સાથે ઘંઉ, રાયડા અને સરસવના પાક માટે હવામાન સાનુકૂળ બનશે. અમદાવાદ, ગાંધીનગર, પાલનપુર, બનાસકાંઠાના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. આ ઉપરાંત અહીં કોઇક કોઇક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે.

પોતાની આગાહીમાં અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, સુરતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ સાથે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની આગાહી છે.

અંબાલાલની આગાહી પ્રમાણે પંચમહાલ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના કોઇક કોઇક ભાગે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગો જેમકે મહેસાણા, પાલનપુરના કેટલાક ભાગો અને અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં તો શિયાળાનો રેકોર્ડ તોડ અને અષાઢી માહોલ જેવો વરસાદ રહેશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે રાજ્યમાં ઠંડી અને તાપની સાથે હવે વરસાદનો પણ અનુભવ થશે. ગુજરાતમાં તારીખ 26 થી 28ના રોજ માવઠું થશે,  આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં ભારે ફેરફાર થવાની શક્યતા છે. નક્ષત્રોની ભારે અસરો ગુજરાત પર જોવા મળશે.

અંબાલાલ પ્રમાણે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બની અસર થશે તેમજ પૂર્વ ભારતમાં પણ અસર થઈ શકે છે. પશ્ચિમ બંગાળમાં ચક્રવાત ઉદભવ થશે જેને લઈ ડિસેમ્બરમાં પણ માવઠું થઈ શકે છે. ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે વરસાદ લોકોને કેટલો હેરાન કરે છે.