આગાહી: માવઠાએ ખેડૂતોની મુશ્કેલી વધારી છે ત્યારે ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલેની મોટી આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી 24 કલાકમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે, ઉત્તર-મધ્ય ગુજરતમાં વાદળછાયું વાતાવરણ રહેશે તો દક્ષિણ સૌરાષ્ટ્ર, દ.ગુજરાતમાં વરસાદની શક્યતા સેવાઈ રહી છે. અંબાલાલ પટેલે 48 કલાકમાં રાજ્યમાં ધીરેધીરે વરસાદનું જોર ઘટશે તેવું પણ જણાવ્યું છે અને નવેમ્બરના અંતમાં બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાશે તેવી આગાહી કરતા આ વર્ષે શિયાળામાં કાતિલ ઠંડી અનુભવાશે, સાથે જ 1 અને 2 ડિસેમ્બરે ફરી વાદળછાયું વાતાવરણ જોવા મળશે તેમ જણાવ્યું છે.
રાજીનામા: રાજસ્થાનમાં ગેહલોત કેબિનેટના પુનર્ગઠન પહેલા તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે. મંત્રી પરિષદની બેઠકમાં તમામ મંત્રીઓએ રાજીનામું આપી દીધું હતું. જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર આજે મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજ્યપાલને મળશે નહીં. તમામ ધારાસભ્યોને રવિવારે બપોરે 2 વાગ્યે પાર્ટીના પ્રદેશ કાર્યાલય પર બોલાવવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શપથ ગ્રહણ સમારોહ રવિવારે યોજાશે.
ચેતવણી: જો તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના ગ્રાહક છો, તો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે.આ જરૂરી નંબરો કોઈની પણ સાથે શેર કરશો નહી. તમારી જન્મતારીખ, ડેબિટ કાર્ડ નંબર, ઈન્ટરનેટ બેંકિંગ યુઝર આઈડી અને પાસવર્ડ, ડેબિટ કાર્ડ પિન, CVV અને OTP જેવા નંબરો કોઈની સાથે શેર કરશો નહીં. આ સિવાય બેંકે કહ્યું છે કે બેંક એકાઉન્ટ નંબર, પાસવર્ડ, એટીએમ કાર્ડ નંબર અથવા તેની તસવીર લેઈને રાખવાથી પણ તમારી માહિતી લીક થવાનું જોખમ રહેલું છે. આ સાથે, તમારું એકાઉન્ટ પણ સંપૂર્ણપણે ખાલી થઈ શકે છે
મોટો ફેરફાર: એક સમાચાર અનુસાર, ઉજ્જવલા યોજના હેઠળ નવા કનેક્શન માટે સબસિડીના વર્તમાન માળખામાં ફેરફાર થઈ શકે છે. અહેવાલ છે કે પેટ્રોલિયમ મંત્રાલયે બે નવા માળખા પર કામ શરૂ કરી દીધું છે અને તે ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. તમને જણાવી દઈએ કે નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં એક કરોડ નવા કનેક્શન આપવાની જાહેરાત કરી હતી, પરંતુ હવે સરકાર OMC વતી એડવાન્સ પેમેન્ટ મોડલ બદલી શકે છે. મની કંટ્રોલ દ્વારા સૂત્રોની મળેલી માહિતી અનુસાર એડવાન્સ પેમેન્ટ કંપની 1600 રૂપિયાની એકમ રકમ વસૂલશે. હાલમાં, OMCs EMI ના રૂપમાં એડવાન્સ રકમ વસૂલ કરે છે, જ્યારે આ બાબતથી વાકેફ એક સ્ત્રોત અનુસાર, સરકાર યોજનામાં બાકીની 1600 ની સબસિડી આપવાનું ચાલુ રાખશે.
PM કિસાન: પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લઈને ચાલી રહેલી છેતરપિંડી રોકવા માટે સરકારે મોટું પગલું ભર્યું છે. હવે તમને રેશનકાર્ડ વિના હપ્તાના પૈસા નહી મળે. , આ યોજના હેઠળ હવે નવા રજીસ્ટ્રેશન કરાવનારા તમામ ખેડૂતો માટે રેશન કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ સિવાય તમારે પોર્ટલ પર તમામ દસ્તાવેજોની સોફ્ટ કોપી પણ અપલોડ કરવાની રહેશે.આ ઉપરાંત હાલમાં આ યોજનાનો લાભ લઈ રહેલા તમામ ખેડૂતોએ તેમના રેશનકાર્ડ નંબર પણ પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે.