khissu

કોરોના મહામારી વચ્ચે અમિત શાહનું મોટુ નિવેદન: જાણો લોકડાઉનને લઈને શું કહ્યું અમિત શાહે ?

સમગ્ર દેશમાં હાલ કોરોના વાયરસનાં કેસો પવન વેગે વધી રહ્યા છે. દુનિયાની અંદર સૌથી વધુ કોરોના કેસ મોદી સરકારના ભારત દેશમાં આવી રહ્યા છે. ઘણા રાજ્યોમાં સ્વયંભૂ લોકડાઉન કરી દેવામાં આવ્યું છે, તો ગુજરાતની અંદર પણ ઘણા શેહરો, ગામડાઓમાં ઈચ્છા મુજબ લોકડાઉન કરવામાં આવ્યું છે અને હાલ દિલ્હી ખાતે અરવિંદ કેજરીવાલે એક અઠવાડિયા માટે લોકડાઉન કરવામાં આવે તેવી જાહેરાત કરી દીધી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે હવે તમામ રાજ્યોના હાથમાં છૂટ આપી દીધી છે કે રાજ્યો હવે કોરોના મહામારી રોકવા જાતે નિર્ણય લઈ શકે છે અને રાજ્ય સરકારો પોતાના નિર્ણયો લઈ રહી છે. જેથી હવે નક્કી થઈ ચૂક્યું છે કે જે રાજ્યોમાં કોરોનાના કેસો વધુ છે તે રાજ્યો પોતાના રાજ્યમાં લોકડાઉન નો નિર્ણય લઈ શકે છે.

અમિત શાહે એક ઇન્ટરવ્યૂ માં કહ્યું હતું કે છેલ્લા ત્રણ મહિનાથી રાજ્યોને નિર્ણય લેવા અંગે સંપૂર્ણ અધિકાર આપવામાં આવ્યો છે. કારણ કે દરેક રાજ્યોની પરિસ્થિતિ જુદી જુદી હોય છે. અમુક રાજ્યોમાં કોરોના કેસો ઓછા છે તો અમુક રાજ્યોમાં કોરોના કેસો ખૂબ વધી ગયા છે.

જ્યારે પહેલી વાર લોકડાઉન કરવામાં આવ્યું હતું ત્યારે હોસ્પિટલ માં સુવિધા, બેડ્સ, ટેસ્ટ કિટો વગેરે નો અભાવ હતો. પરંતુ હવે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની મદદથી ઘણી તૈયારીઓ કરવામાં આવી છે. અમિત શાહે કહ્યું હતું કે રાજ્યોની પરિસ્થિતિ મુજબ પોતાના નિર્ણયો લેવા પડશે અને કેન્દ્ર સરકાર તેમની સંપૂર્ણ મદદ કરશે.

ગુજરાતમાં કોરોના વાયરસની અપડેટ્સ: ગુજરાતમાં કોરોના કેસોનો રાફડો ફાટ્યો છે. ગુજરાતમાં કોરોના કેસોની સંખ્યા સતત વધી રહી છે ત્યારે રવિવારે એક દિવસમાં પ્રથમવાર 10,340 નવા કેસો નોંધાયા હતા.

તેની સાથે જ ગુજરાતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 4,04,569 લાખ સુધી પહોંચી ચૂકી હતી, જ્યારે 110 લોકોના મૃત્યુ નીપજ્યા હતા અને રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 5,377 મૃત્યુ થયા છે. તમજ કોરોના ને માત આપી 3,37,545 લોકો સાજા થયા હતા.