આણંદ અમૂલે પશુ પાલકોને આનંદનાં સમાચાર આપ્યા છે. જેમાં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે પશુપાલકોને ભેટ આપી છે. આ વચ્ચે અમૂલ ડેરી દ્વારા દૂધના ખરીદભાવમાં પ્રતિલીટર 30 રૂપિયાનો વધારો અપાયો છે. જેમાં પ્રતિ કિલો ફેટ 820 માં વધારો કરી 850 રૂપિયા આપવામાં આવશે.
નવો ભાવ પ્રતિકિલો ફેટ 850 રૂપિયા કરાયો
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ભાવ વધારો 11 ઓગસ્ટથી લાગુ કરવામાં આવશે અને હવે નવો ભાવ પ્રતિકિલો ફેટ 850 રૂપિયા કરાયો છે. ગાયના દૂધમાં પણ પ્રતિકિલો ફેટે 13.70 રૂપિયાનો વધારો કરાયો છે.
આ નવો ભાવ 11 ઓગસ્ટથી લાગુ કરવામાં આવશે. અમૂલ સાથે સંકળાયેલા ચાર લાખ પશુપાલકોને ફાયદો થશે. 1 એપ્રિલના રોજ ભાવ વધારો કરાયો હતો 4 મહિના બાદ ફરી વધારો આપવામાં આવ્યો છે. આ વચ્ચે ભેંસનાં દૂધમાં પ્રતિ લીટર 1.85 થી 2.16 રૂપિયાનો વધારો તો ગાયનાં દૂધમાં પ્રતિલીટર 1.29 થી 1.36નો વધારો અપાયો છે.
સતત દૂધની માંગ અને વપરાશ વચ્ચે અમૂલ ડેરીએ પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પહેલા દૂધનો ભાવ પ્રતિ કિલો ફેટે 820 રૂપિયા હતો જેમાં 30 રૂપિયાનો વધારો કરી 850 રૂપિયા પ્રતિ કિલો ફેટે કરાયો છે. આ જાહેરાત બાદ પશુપાલકો આનંદની લાગણી અનુભવી રહ્યા છે. અમૂલ ડેરીના આ નિર્ણયથી 7 લાખ પશુપાલકોને ફાયદો થશે