નેશનલ ટેસ્ટ એજન્સી દ્વારા લેવાતી મેનેજમેન્ટ અને ફાર્મસી ની પ્રવેશ પરિક્ષા ની તારીખ આપવામાં આવી છે. કોરોના ને કારણે આ વખતે પ્રવેશ પરીક્ષાઓ મોડી રાખવામાં આવી છે.
પીજી લેવલ ના મેનેજમેન્ટ કોર્સમાં પ્રવેશ માટે સિમેટ અને પીજી ફાર્મસીમાં પ્રવેશ માટે જીપેટ પરીક્ષાઓ ની તારીખો જાહેર કરી દેવાઈ છે. જે મુજબ 22મી અને 27મી ફેબ્રઆરી એ પરિક્ષા લેવામાં આવશે.
આ પરિક્ષા માં 3 કલાકની ઓનલાઇન કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ આપવાની રહેશે જેમાં પ્રથમ તબક્કો સવારે 9 થી 12 અને બીજો તબક્કો બપોરે 3 થી 6 આમ બે તબક્કામાં પરિક્ષા લેવાશે.
ગુજરાતમાં એમબીએ અને એમસીએ બંનેમાં પ્રવેશ માટે આ પરીક્ષાઓનો સ્કોર ધ્યાને લેવાતો હોવાથી ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સીમેટ અને જિપેટ ની પરિક્ષા આપે છે. આ બંને પરીક્ષાઓ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન 23 ડિસેમ્બર થી ચાલુ થઈ ગયું છે અને 22 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે.