મોંઘવારીનો વધુ એક માર: પેટ્રોલ-ડિઝલ બાદ આજથી દૂધની કિંમતમાં વધારો, જાણો દૂધના ભાવમાં કેટલો વધારો થયો?

મોંઘવારીનો વધુ એક માર: પેટ્રોલ-ડિઝલ બાદ આજથી દૂધની કિંમતમાં વધારો, જાણો દૂધના ભાવમાં કેટલો વધારો થયો?

અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની ચીજવસ્તુઓનું માર્કેટિંગ કરતી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (Gujarat Cooperative Milk Marketing Federation - GCMMF) એ પડતર વધવાના કારણે 1 જુલાઈથી અમૂલ દૂધની કિંમત વધારવાનો નિર્ણય લીધો હતો. જેના પગલે દિલ્હી-એનસીઆર તેમજ ગુજરાતના અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2 નો વધારો થયો છે.

જીસીએમએમએફએ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે લિટર દીઠ રૂ. 2 નો વધારો એમઆરપી (મહત્તમ છૂટક ભાવ) માં ચાર ટકાનો વધારો તરફ દોરી જાય છે. અમૂલ દૂધની નવી કિંમતો દેશની રાજધાની દિલ્લી, ગુજરાત અને પંજાબ સહિત ઘણા રાજયોમાં લાગુ કરવામાં આવશે. કંપનીએ પોતાના તમામ પ્રોડક્ટમાં રૂ. 2 પ્રતિ લિટરનો વધારો કર્યો છે. આ સાથે જ હવે અમૂલ ગોલ્ડ પ્રતિ લિટર 58 રૂપિયાના હિસાબથી મેળશે.

સરેરાશ ફુગાવાના વધારા દર કરતાં આ વધારો ઘણો ઓછો છે.
સહકારી કંપનીનું કહેવું છે કે તે ગ્રાહક પાસેથી મેળવેલા એક રૂપિયામાંથી 80 પૈસા દૂધ ઉત્પાદકોને પહોંચે છે. આ વધારાથી દૂધના ઉત્પાદનોને મહેનતાણું ચૂકવવામાં મદદ મળશે અને તેઓને દૂધનું ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

નિવેદનમાં જણાવાયું છે કે જીસીએમએમએફએ ગુજરાતના અમદાવાદ અને સૌરાષ્ટ્ર અને દિલ્હી-એનસીઆરના બજારોમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2 નો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આજથી અમદાવાદમાં અમૂલ ગોલ્ડ, તાજા, શક્તી અને ગાયના દૂધના અ‍ડધા લીટર પાઉચનો ભાવ અનુક્રમે રૂપિયા ૨૯, ૨૩, ૨૬ અને ૨૪ થઈ ગયા છે. જીસીએમએમએફએ કહ્યું, છેલ્લા 1.5 વર્ષમાં, અમૂલે તેના તાજા દૂધની કિંમતમાં કોઈ વધારો કર્યો ન હતો. આ સમયગાળા દરમિયાન ઉર્જા, પેકેજિંગ, લોજિસ્ટિક્સના કુલ ખર્ચમાં વધારો થવાને કારણે ઓપરેટિંગ ખર્ચમાં વધારો થયો છે.

અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની ચીજવસ્તુઓનું માર્કેટિંગ કરતી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ) એ પડતર વધવાના કારણે અમૂલ દૂધની કિંમત વધારવાનો નિર્ણય લીધો હતો. જેના પગલે દિલ્હી-એનસીઆર તેમજ ગુજરાતમાં અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2 નો વધારો કરવામાં આગ્વ્યો છે.

આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરી લો તથા આ માહિતી તમે અમારા Facebook પેજમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook પેજ ફોલો કરો. આ માહિતી જરૂરીયાત મંદ લોકો સુધી પહોંચે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.