ઓઈલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડર ના ભાવમાં ફેરફાર કરતી હોય છે. 1 મે ના રોજ ગેસ કંપનીઓ એ કોઈ મોટો બદલાવ નથી કર્યો. સબસિડી વિનાના ઘરેલુ એલપીજી સલિન્ડર ના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ગયા મહિનાઓમાં કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો.
ડિસેમ્બર મહિનાની વાત કરીએ તો 1 તારીખે સિલિન્ડર નો ભાવ 644 રૂપિયા હતો, 15 ડિસેમ્બરે સિલિન્ડર નો ભાવ 694 રૂપિયા રહ્યો હતો. આમ, ડિસેમ્બર મહિનામાં 50 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જાન્યુઆરી મહિનાની વાત કરીએ તો ગેસ સિલિન્ડર માં કોઈ મોટો તફાવત જોવા મળ્યો નહોતો. ફેબ્રુઆરી મહિનામાં ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો. છેલ્લો વધારો 25 ફેબ્રુઆરીએ કરવાં આવ્યો હતો. ફેબ્રુઆરીમાં એલપીજીના ભાવમાં રૂ.100 નો વધારો થયો છે. માર્ચ મહિનાના પહેલા દિવસે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો હતો. માર્ચ મહિનામાં ભાવમાં 25 રૂપિયા વધારો થયો હતો.
આ પણ વાંચો: LPG ગેસ ધારકો માટે ખુશીના સમાચાર: શું ગેસ કંપનીઓ આપવાની છે મોટી રાહત? જાણો સપુર્ણ માહિતી વિગતવાર
જોકે દર મહિનાની પહેલી તારીખે તેલ કંપનીઓ સિલિન્ડરના નવા ભાવ નક્કી કરે છે જેથી એપ્રિલ મહિનાની પહેલી તારીખે સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. તેલ કંપનીઓએ સિલિન્ડરના ભાવમાં ૧૦ રૂપિયાનો ઘટાડો કર્યો હતો. જોકે આ ઘટાડો કંઈ ઘટાડો કહેવાય નહીં. તેલ કંપનીઓએ એપ્રિલમાં ૨૫ રૂપિયા અને ૫૦ રૂપિયાનો વધારો કર્યો છે જ્યારે તેની સામે માત્ર ૧૦ રૂપિયાનો ઘટાડો હતો. પાછલાં ૪ મહિનામાં વધારો જ થયો છે જે આશરે ૨૨૫ રૂપિયાનો વધારો થયો છે તેની સામે માત્ર ૧૦ રૂપિયાનો ઘટાડો થયો હતો.
શહેર | મે 2021 | એપ્રિલ 2021 |
અમદાવાદ | 816 | 816 |
અમરેલી | 816 | 828.50 |
આણંદ | 812 | 815 |
અરવલ્લી | 823.50 | 823.50 |
બનાસકાંઠા | 833 | 833 |
ભરૂચ | 815 | 815 |
ભાવનગર | 815 | 817 |
બોટાદ | 822.50 | 822.50 |
છોટાઉદેપુર | 823.50 | 823.50 |
દાહોદ | 836.50 | 836.50 |
દેવભૂમિ દ્વારકા | 828 | 828 |
ગાંધીનગર | 817 | 817 |
ગીર સોમનાથ | 823.50 | 830 |
જામનગર | 821.50 | 821.50 |
જૂનાગઢ | 828 | 828 |
ખેડા | 816 | 816 |
કચ્છ | 829.50 | 829.50 |
મહીસાગર | 832 | 832 |
મહેસાણા | 817.50 | 817.50 |
મોરબી | 832 | 820 |
નવસારી | 823.50 | 823.50 |
નર્મદા | 830 | 830 |
પંચમહાલ | 825 | 825 |
પાટણ | 833 | 833 |
પોરબંદર | 830 | 830 |
રાજકોટ | 830 | 814.50 |
સાબરકાંઠા | 835.50 | 835.50 |
સુરત | 814.50 | 814.50 |
સુરેન્દ્રનગર | 814.50 | 821.50 |
તાપી | 829 | 829 |
ડાંગ | 826.50 | 826.50 |
વડોદરા | 815 | 815 |
વલસાડ | 828.50 | 828.50 |
આવી માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો.