ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલ ચાર ટેસ્ટ મેચોની સિરીઝની બીજી ટેસ્ટ મેચના, પહેલા દિવસનાં અંતે ભારતીય ટીમે મેચ પર પોતાની પકડ મેળવી લીધી છે. વિરોધી ટીમને માત્ર 195 રનમાં ઓલઆઉટ કરીને, દિવસનાં અંત સુધીમાં ભારતનો સ્કોર 1 વિકેટે 36 હતો.
ભારતની ટીમ ચાર બદલાવ કરીને રમવા ઉતરી હતી. ટીમ માં રવિન્દ્ર જાડેજા, શુભમન ગિલ, મોહમ્મદ સિરાજ અને રિષભ પંતને મોકો આપવામાં આવ્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો ન હતો.
ટોસ જીતી ને પહેલી બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમની વિકેટો નિયમિત અંતરાલ પર પડતી જતા. ટીમ માત્ર 72.3 ઓવરમાં 195 રન બનાવીને આઉટ થઇ ગઇ. ટીમનો એક પણ ખેલાડી 50 રનનાં આંકને પણ પાર કરીનાં શકયો.
2007 પછી ઇશાંત શર્મા અને મોહમ્મદ શમી વિના પહેલી વાર ઉતરેલી ભારતની ટીમને તેની ખોટ પડી હોય તેવું લાગ્યું નહિ. બોલરો એ શાનદાર બોલિંગ કરતા, બૂમરાહે 4, અશ્વિને 3, સિરજે 2 અને જાડેજા એ 1 વિકેટ ઝડપી હતી.
જવાબમાં ભારતની શરૃઆત પણ ખરાબ રહી હતી. ઓપનર મયંક અગ્રવાલ સ્ટાર્કની ઓવરમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. દિવસનાં અંતે ગિલ 28 રન અને પૂજારા 7 રન બનાવીને અણનમ હતા.