ભારત-પાકિસ્તાનની અટારી બોર્ડર પર એશિયાનો સૌથી ઉંચો રાષ્ટ્ર-ધ્વજ ફરકાવવામાં આવશે. આ ધ્વજ ની ઊંચાઈ 460 ફૂટ હશે. હાલ આ ધ્વજની ઊંચાઈ 360 ફૂટ છે. જેને હજુ 100 ફૂટ વધારવામાં આવશે. આ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને દરખાસ્ત મોકલવામાં આવી છે. અહેવાલ મુજબ દેશના રાષ્ટ્ર ધ્વજને 2017માં સ્થાપિત કરવામાં આવ્યો હતો. જેનું વજન 55 ટન છે. ધ્વજની લંબાઈ 120 અને પહોળાઈ 80 ફૂટ છે. હવે (NHAI) નેશનલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ તેને 100 ફૂટ વધારવા માટે કેન્દ્ર પાસેથી મંજુરી માંગી છે.
પાકિસ્તાન નો ધ્વજ હજુ પણ આપણા ધ્વજ કરતા ઉંચો છે: પાકિસ્તાન સાથેની અટારી બોર્ડર પર લીલો ઝંડો આપણા તિરંગા કરતા ઉંચો ઊડતો હોય છે. જે પાકિસ્તાન નો રાષ્ટ્રીય ધ્વજ છે. જ્યાં અત્યારે આપણો ધ્વજ ગેલેરીમાં બેઠેલા લોકોને દેખાતો નથી. તે જ સમયે, પાકિસ્તાનનો 400 ફૂટ ઊંચો ધ્વજ દેખાય છે. પ્રેક્ષકોએ આ અંગે ઘણી વખત સવાલો પણ કર્યા છે.
લોકોની ઈચ્છાઓને ધ્યાનમાં રાખીને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ BSF નાં સૂચન પર ઊંચાઈ વધારવાની પહેલ કરી છે. ઓથોરિટીનાં અધિકારીઓના જણાવ્યા અનુસાર જ્યારે ધ્વજ શિફ્ટ થશે ત્યારે ઊંચાઈ 100 ફૂટ વધશે. એટલે કે 460 ફૂટ એશિયાનો સૌથી ઊંચો ધ્વજ હશે.
મથુરામાં 100 ફૂટ ઊંચો તિરંગો ફરકાવવામાં આવ્યો હતો :- દેશમાં ઘણી જગ્યાએ ઉંચો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ડિસેમ્બર 2018 માં દેશના શહીદોને શ્રદ્ધાંજલી આપવા અને લોકોમાં દેશભક્તિની ભાવના જગાવવા માટે મથુરા જંકશન પર 100 ફૂટ ઊંચો તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. તે સમયે શહિદ જવાન હેમરાજનાં પત્ની મુખ્ય મહેમાન તરીકે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર જાણતા રહેવા khissu એપ્લિકેશન ને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુ ટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.