ભારતમાં આ બેંકો આપે છે મહત્વની સુવિધા: આ બેંકો આપે છે અનલિમિટેડ ફ્રી ATM ટ્રાંઝેક્શન કરવાની છુટ

ભારતમાં આ બેંકો આપે છે મહત્વની સુવિધા: આ બેંકો આપે છે અનલિમિટેડ ફ્રી ATM ટ્રાંઝેક્શન કરવાની છુટ

મફત મર્યાદા પૂરી થયા પછી, એટીએમમાંથી નાણાં ઉપાડવા મોંઘા થઈ જશે. તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (Reserve Bank of India- RBI) એ ગ્રાહકોની મફત મર્યાદા પૂરી થયા પછી બેંકોના એટીએમ ચાર્જમાં વધારો કરવાની મંજૂરી આપી છે. હાલમાં, ભારતની મોટાભાગની ખાનગી અને સરકારી બેંકો શહેરો અને નગરોમાં 3 થી 5 એટીએમ ટ્રાન્ઝેક્શનની મંજૂરી આપે છે. જો કે, ગ્રામીણ વિસ્તારોમાં બેંકો મહત્તમ 5 મફત એટીએમ ટ્રાન્ઝેક્શનની મંજૂરી આપે છે. જો તમે માસિક મર્યાદાને વટાવી લો છો, તો બેન્કો તમારી પાસે એટીએમ ચાલુ રાખવા માટે ચાર્જ વસુલ કરે છે. જો કે, કેટલીક એવી બેંકો છે જે તેમના ગ્રાહકોને અમર્યાદિત ફ્રી એટીએમ ટ્રાંઝેક્શનની સુવિધા આપી રહી છે.

બેકોમાં કેટલો ચાર્જ વધ્યો?
રોકડ ઉપાડ પરનો ચાર્જ 20 રૂપિયાથી વધારીને 21 રૂપિયા કરવામાં આવ્યો છે. એ જ રીતે આરબીઆઈએ બેંકોને ઈન્ટરચેન્જ ચાર્જ રૂપે રૂ. 16 ને બદલે 17 રૂપિયા વસૂલવાની મંજૂરી આપી છે. જે બેંકના એટીએમ રોકડ ઉપાડવા માટે વપરાય છે તેને કાર્ડ આપતી બેંક દ્વારા ચુકવણી કરવામાં આવે છે. જ્યારે નાણાંકીય વ્યવહાર એટીએમ ચાર્જ રૂ. 5 થી વધારીને 6 કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: બેંક ઓફ બરોડા અને SBIના ગ્રાહકો માટે મોટા સમાચાર: બેકોના આ નિયમોમાં થવાનો છે મોટો ફેરફાર, જાણો સંપુર્ણ માહિતી વિગતવાર

આ બેંકો અમર્યાદિત મફત ટ્રાંઝેક્શન આપી રહી છે
જો કે, દેશમાં ત્રણ ખાનગી બેન્કો છે જે તેમના ગ્રાહકોને અમર્યાદિત ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શનની ઓફર કરી રહી છે. આ બેંકો IndusInd Bank, IDBI બેંક અને સિટી બેંક (Citi Bank) છે. ચાલો તમને જણાવી દઈએ કે સિટીબેંક ભારતમાં પોતાનો ધંધો બંધ કરી રહી છે. આઈડીબીઆઈ બેંક અને IndusInd Bank તેમના ગ્રાહકોને દેશભરમાં મફત અમર્યાદિત એટીએમ ટ્રાન્ઝેક્શનની સુવિધા ચાલુ રહેશે.

બેંકબજાર મુજબ, જો તમે આઈડીબીઆઈના ગ્રાહક છો અથવા બેંકમાં ખાતું ખોલવાની યોજના કરી રહ્યા છો, તો તમારે જાણવું જોઈએ કે આ બેંક તેના એટીએમ પર નિ:શુલ્ક અમર્યાદિત ટ્રાન્ઝેક્શન અને અન્ય બેન્કોના એટીએમ પર મફત મર્યાદા 5 છે. તેમજ IndusInd Bank તેમના ગ્રાહકોને ભારતમાં કોઈપણ બેંકના એટીએમ પર અમર્યાદિત ફ્રી એટીએમ વ્યવહારો પ્રદાન કરે છે. બેંકની વેબસાઇટ મુજબ, તમે ભારતના કોઈપણ એટીએમ પર IndusInd Bank ડેબિટ કાર્ડથી દ્વારા કોઈ પણ એટીએમમાંથી અમર્યાદિત ફ્રી પૈસા ઉપાડી શકો છો.

આ પણ વાંચો: RBI નો નવો નિયમ ૧લી તારીખથી લાગુ: હવે ATM થી પૈસા ઉપાડવા પર લાગશે આટલો ચાર્જ

આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરી લો તથા આ માહિતી તમે અમારા Facebook પેજમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook પેજ ફોલો કરો. આ માહિતી જરૂરીયાત મંદ લોકો સુધી પહોંચે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.