ગાંધીજીનાં જીવનની જુની પુરાણી ચમચી અને વાટકી ની હરાજી: કિંમત જાણી ચોંકી જશો

ગાંધીજીનાં જીવનની જુની પુરાણી ચમચી અને વાટકી ની હરાજી: કિંમત જાણી ચોંકી જશો

મહાત્મા ગાંધીજી ની ચમચી અને વાટકી ની હરાજી લંડનમાં થશે. 

તમે ઘણી વાર સાંભળ્યું હશે કે મહાત્મા ગાંધીજીના પત્રો, પુસ્તકો, ચશ્મા વગેરે ની હરાજી થઈ છે. પણ તેની જીવન જરૂરિયાત વસ્તુઓની હરાજી ક્યારેક જ જોવા મળે છે. પણ વાટકી અને ચમચી ની હરાજી જોવા જેવી રહેશે. જેની કિંમત લગભગ ૨ કરોડ આસપાસ જવાની શક્યતા છે.

મહાત્મા ગાંધીજીની બે ચમચી, એક વાટકી અને એક કાંટા ની હરાજી યુકે ના બ્રિસ્ટોલ શહેર માં ૧૦ જાન્યુઆરી ના દિવસે થવાની છે. જેની કિંમત ૫૫ હજાર બ્રિટીશ પાઉન્ડ રાખવામાં આવી છે. ભારતનાં મતનુસાર તેની હરાજી નું કમિશન, જીએસટી, વિમો, ભાડું, થઈ રૂપિયા ૧.૨ કરોડ હોઇ શકે છે. પરંતુ હરાજી કરતા તેની કિંમત બે ગણી વધુ પણ હોઈ શકે છે.

પૂર્વ બ્રિસ્ટોલમાં હરાજી કરનાર દ્વારા કહેવામાં આવ્યું છે કે ગાંધીજીએ પુનાના આગા ખાન પેલેસ (1942–1944) અને મુંબઈના પામ બન હાઉસમાં વાટકી, ચમચી નો ઉપયોગ કર્યો હતો. જેમાં લાકડાની બે ચમચી, એક ધાતુ ની વાટકી અને એક કાંટા નો સમાવેશ થાય છે. જેને મોરારજી દેસાઈ ના સંગ્રહ માંથી લેવામાં આવ્યા છે. મોરારજી દેસાઈ એ ગાંધીજી ના મિત્ર અને અનુયાયી હતા. જેને આ ત્રણ વસ્તુનો ઉલ્લેખ તેના પુસ્તકમાં કર્યો હતો. અને હરજીકર્તાઓ નુ કહેવું છે કે આ વસ્તુ ભારતને લગતા ઇતિહાસ સાથે સંકળાયેલી‌ છે.