khissu

IPL ની પ્રથમ રોમાંચક મેચમાં બેગ્લોરનો વિજય: ડીવિલિયર્સ ની તાબડતોડ બેટિંગ અને હર્ષલ પટેલની પાંચ વિકેટ

આઈપીએલ 2021ની પ્રથમ મેચમાં બેંગ્લોરે મુંબઈ ઈન્ડિયન્સ સામે રોમાંચક વિજય મેળવ્યો છે. 160 રનનો પીછો કરતા વિરાટ કોહલીની ટીમે છેલ્લી ઓવરમાં મેચને તેમના પક્ષમાં ફેરવી દીધી હતી. આ મેચનો હીરો એબી ડી વિલિયર્સ હતો, જેણે છેલ્લી ઓવરમાં ઝડપી રન બનાવીને ટીમને વિજય તરફ દોરી જવાનું કામ કર્યું હતું. તેણે 27 બોલમાં 48 રન બનાવ્યા.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મુંબઈ સામે બે વીકેટથી મેચ જીતી

વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે જીત સાથે આઈપીએલની 14 મી સીઝનની શરૂઆત કરી છે. આ સીઝનની પ્રથમ મેચમાં, આરસીબીએ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સને 2 વિકેટથી હરાવ્યું હતું. આ રોમાંચક મેચમાં આરસીબીએ મેચના અંતિમ બોલે જીત હાંસલ કરી હતી. 2012 પછીથી મુંબઈની ટીમે આ ટૂર્નામેન્ટની પહેલી મેચ ક્યારેય જીતી નથી. પહેલા હર્ષલ પટેલે આરસીબી માટે 27 રનમાં 5 વિકેટ લીધી હતી.  આ પછી ટીમના સિનિયર ખેલાડી એબી ડી વિલિયર્સે 27 બોલમાં 48 રનની ઇનિંગ્સથી આસીબી મેચ જીતી હતી.

મુંબઈ મોટો સ્કોર કરી શક્યો નહીં

ટોસ હારી ગયા બાદ પ્રથમ બેટિંગ કરી રહેલ મુંબઇએ 24 રનના કુલ સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. કપ્તાન રોહિત શર્મા (19 રન, 15 બોલ, 1 ચાર, 1 સિક્સ) દુર્ભાગ્યપૂર્ણ રન આઉટ થયો હતો. ત્યાર પછી, સૂર્યકુમાર યાદવ (31 રન, 23 બોલ, 4 ચોગ્ગા, 1 છગ્ગા) અને ક્રિસ લિન (49 રન, 35 બોલ, 4 ચોગ્ગા, 3 છગ્ગા) એ શાનદાર બેટિંગ કરતા બીજી વિકેટ માટે 70 રન જોડ્યા.

હાર્દિક પંડ્યા (13) ની વિકેટ 135 ના કુલ સ્કોર પર પડી જ્યારે કિશન 145 ના કુલ સ્કોર પર પેવેલિયન પરત ફર્યો. ત્યાર પછી, કિયરન પોલાર્ડ (7), ક્રુનાલ પંડ્યા (7), માર્કો જેન્સન (0)અને રાહુલ ચહર (0) સસ્તામાં આઉટ થયા. ટીમ ફક્ત 159 રન જ બનાવી શકી.

હર્ષલ પટેલની ઘાતક બોલિંગ 

આ મેચમાં હર્ષલ પટેલે આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીની અપેક્ષાઓ મુજબ બોલિંગ કરી હતી. તેણે તેની 4 ઓવરમાં 6.75 ની સરેરાશથી 27 રન આપ્યા અને તેના નામે 5 વિકેટ લીધી. તેણે ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, કિરોન પોલાર્ડ, ક્રુનાલ પંડ્યા અને માર્કો જેન્સનને આઉટ કર્યા.

ગયા વર્ષે કોરોનાને કારણે સંયુક્ત આરબ અમીરાતનાં ત્રણ મેદાન પર આઇપીએલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે, વિશ્વની સૌથી મોટી ટી 20 લીગ ઘરે પરત ફરી હતી. પરંતુ કોરોનાને કારણે દર્શકોને સ્ટેડિયમથી દૂર રાખવામાં આવ્યા હતા.