Bank Holiday October 2023: ઓક્ટોબર મહિનો અડધો વીતી ગયો છે અને હવે 13 દિવસ બાકી છે. જો તમારી પાસે આ દિવસોમાં બેંક સાથે સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ છે, તો આ સમાચાર તમારા માટે ખાસ છે. મહિનાના બાકી રહેલા આ 13 દિવસોમાંથી 10 દિવસ બેંક બંધ રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા મહિનાની શરૂઆતમાં જાહેર કરવામાં આવેલી બેંક હોલીડે લિસ્ટ મુજબ, દુર્ગા પૂજા, દશેરા અને અન્ય તહેવારો અને કાર્યક્રમોને કારણે બેંકોમાં કોઈ કામકાજ રહેશે નહીં.
એકવીસમી સદીમાં પણ ચાલે છે વિચિત્ર દુષ્ટ પ્રથા, અહીં પિતા જ તેની દીકરી સાથે લગ્ન કરી લે
બેંકની રજાઓ વિવિધ રાજ્યોમાં ઉજવાતા તહેવારો અથવા તે રાજ્યોમાં થતી અન્ય ઘટનાઓ પર પણ આધાર રાખે છે. આ રજાઓ રાજ્યો અને શહેરોમાં અલગ અલગ હોય છે. જો કે, બેંકની શાખાઓ બંધ હોવા છતાં તમે ઓનલાઈન બેંકિંગ દ્વારા તમારા ઘરના આરામથી બેંકિંગ સંબંધિત ઘણા કાર્યો પૂર્ણ કરી શકો છો.
દિવાળી પહેલા સોનું મોંઘુદાટ થશે, કરવા ચોથ પર એક તોલાનો ભાવ 62,000 રૂપિયાને પાર થશે
21 થી 31 ઓક્ટોબર સુધી બેંક રજા
21 ઓક્ટોબર (શનિવાર) – દુર્ગા પૂજા (મહા સપ્તમી) – ત્રિપુરા, આસામ, મણિપુર અને બંગાળમાં બેંકો બંધ રહેશે.
23 ઓક્ટોબર (સોમવાર) - મહાનવમી, આયુધ પૂજા, દુર્ગા પૂજા, વિજય દશમી - ત્રિપુરા, કર્ણાટક, ઓરિસ્સા, તમિલનાડુ, આસામ, આંધ્રપ્રદેશ, કાનપુર, કેરળ, ઝારખંડ, બિહારમાં બેંકો બંધ રહેશે.
24 ઓક્ટોબર (મંગળવાર) - દશેરા એટલે કે વિજયાદશમી, દુર્ગા પૂજા - આંધ્ર પ્રદેશ, મણિપુર સિવાયના તમામ રાજ્યોમાં બેંકો બંધ રહેશે.
ભારતમાં અહીં ગોરું કે સુંદર બાળક જન્મે તો મારી નાખવામાં આવે, આખા ગામની મહિલાઓ દૂધ પીવડાવે
25 ઓક્ટોબર (બુધવાર) – દુર્ગા પૂજા (દસૈન) – સિક્કિમમાં બેંકો બંધ છે.
26 ઓક્ટોબર (ગુરુવાર) – દુર્ગા પૂજા (દસૈન) / મર્જર દિવસ – સિક્કિમ, જમ્મુ અને કાશ્મીરમાં બેંકો બંધ છે.
27 ઓક્ટોબર, (શુક્રવાર) દુર્ગા પૂજા (દસૈન) – સિક્કિમમાં બેંકો બંધ છે.
28 ઓક્ટોબર (શનિવાર) – લક્ષ્મી પૂજા – બંગાળમાં બેંકો બંધ છે.
29 ઓક્ટોબર (રવિવાર) – તમામ બેંકો બંધ રહેશે.
31 ઓક્ટોબર (મંગળવાર) – સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ – ગુજરાતમાં બેંકો બંધ રહેશે.