નવા વર્ષના પેલા મહિનામાં આટલાં દિવસ બેંક રહેશે બંધ: બેંકે જતા પહેલાં રજાઓની યાદી જાણી લો...

નવા વર્ષના પેલા મહિનામાં આટલાં દિવસ બેંક રહેશે બંધ: બેંકે જતા પહેલાં રજાઓની યાદી જાણી લો...

વર્ષ 2021નો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે, હવે નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. નવા વર્ષને લઈને સમગ્ર વિશ્વમાં ઉજવણીનો માહોલ છે. દરેક વ્યક્તિ એકબીજાને અભિનંદન આપીને ઉજવણી કરે છે. 

નવા વર્ષનો પહેલો મહિનો જાન્યુઆરી ખૂબ જ ખાસ માનવામાં આવે છે. તેથી, જો તમારી પાસે આવતા મહિને જાન્યુઆરીમાં બેંક સંબંધિત કોઈ કામ છે, તો આ સમાચાર તમારા માટે ઘણા મહત્વના છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) બેંકોની રજાઓની યાદી બહાર પાડે છે. જો તમને બેંકમાં કોઈ કામ હોય તો આ લિસ્ટ અવશ્ય વાંચો.

આ સમાચારમાં અમે તમને નવા વર્ષના પ્રથમ માસમાં એટલે કે જાન્યુઆરી 2022માં યોજાનારી બેંક રજાઓ વિશે જણાવીશું. હંમેશા મહિનાના બીજા શનિવારે રજા હોય છે, પરંતુ તે સિવાય તમને આ સમાચારમાં કયા રાજ્યોમાં રજાઓ હશે તેની માહિતી મળશે.

તેમજ, ભારતમાં બેંકો દર મહિનાના બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે. આ સિવાય બેંકોમાં રાષ્ટ્રીય રજાઓ, જાહેર રજાઓ અને પ્રાદેશિક રજાઓ (જે રાજ્યથી રાજ્યમાં અલગ અલગ હોય છે) પર પણ બંધ રહે છે.

જાન્યુઆરીમાં રજાઓની યાદી
1લી જાન્યુઆરી- શનિવાર દેશભરમાં નવા વર્ષનો દિવસ

2જી જાન્યુઆરી- રવિવારની રજા

9 જાન્યુઆરી રવિવાર- સમગ્ર દેશમાં ગુરુ ગોવિંદ સિંહ જયંતિ તથા સાપ્તાહિક રજા 

1 જાન્યુઆરી મંગળવાર- મિશનરી ડે મિઝોરમ

14 જાન્યુઆરી શુક્રવાર- મકરસંક્રાંતિ અનેક રાજ્યોમાં રજા

15મી જાન્યુઆરી શનિવાર- પોંગલ આંધ્રપ્રદેશ, પુડુચેરી, તમિલનાડુમાં રજા

16 જાન્યુઆરી- રવિવારની રજા

23 જાન્યુઆરી રવિવાર- નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જયંતિ, સમગ્ર દેશમાં સાપ્તાહિક રજા

25 જાન્યુઆરી મંગળવાર- રાજ્ય સ્થાપના દિવસ હિમાચલ પ્રદેશમાં રજા

26 જાન્યુઆરી બુધવાર- સમગ્ર દેશમાં પ્રજાસત્તાક દિવસની રજા

31મી જાન્યુઆરી સોમવાર- દામ-મી-ફી આસામમાં રજા