khissu

જો તમે Bank locar નો ઉપયોગ કરો છો તો આ નવી 8 માહિતી ભૂલ્યા વગર જાણી લો

Bank locar October 2023 new Rules: જો તમે પણ કોઈપણ બેંકમાં લોકર સુવિધાનો ઉપયોગ કરો છો, તો તમારા માટે આ 8 બાબતો જાણવી ખૂબ જ જરૂરી છે. બેંક લોકર સંબંધિત ઘણા નિયમો બદલાયા છે. સાથે કેટલીક માહિતી ની તમને જાણ હોવી જોઇએ. 

1) સૌ પ્રથમ, આરબીઆઈએ અગાઉ બેંક લોકર્સ માટે નવા કરાર પર હસ્તાક્ષર કરવાની છેલ્લી તારીખ 1 જાન્યુઆરી, 2023 રાખી હતી. હવે તેને વધારીને 31 ડિસેમ્બર 2023 કરવામાં આવી છે. આ પ્રક્રિયા તબક્કાવાર પૂર્ણ કરવાની છે.
જેમાં આરબીઆઈએ 30 જૂન સુધીમાં 50 ટકા નવા બેંક લોકર કરારો, 30 સપ્ટેમ્બર સુધીમાં 75 ટકા અને 31 ડિસેમ્બર, 2023 સુધીમાં 100 ટકા નવા બેંક લોકર કરારો મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે.

2) આ નિયમો નવા બેંક લોકર ગ્રાહકો માટે 1 જાન્યુઆરી, 2022થી અમલમાં આવ્યા છે. જ્યારે માત્ર બેંકોના જૂના ગ્રાહકો માટે નવા કરાર પર હસ્તાક્ષર કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2023 કરવામાં આવી છે.

3) બેંકો સાથે લોકર રાખવાના નવા કરાર પર હવે સ્ટેમ્પ પેપર પર હસ્તાક્ષર કરવામાં આવશે. જૂના ગ્રાહકોએ તેનો ખર્ચ ઉઠાવવો પડશે નહીં, બલ્કે બેંકો તેને મફતમાં આપશે.

4) આરબીઆઈએ નવા કરારને લઈને ઘણા ફેરફારો કર્યા છે. આ લોકરની માલિકી ધરાવતા ગ્રાહકોના હિતોનું રક્ષણ કરે છે.

નવા ફેરફારો બેંક લોકર સંબંધિત શું થયા છે? 
ફેબ્રુઆરી 2021માં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સેન્ટ્રલ બેંકે લોકર સંબંધિત નિયમોમાં ઘણા ફેરફાર કર્યા છે.

1) બેંક લોકરના નવા નિયમો અનુસાર, બેંક અને ગ્રાહકોએ નવા કરારમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવો પડશે કે ત્યાં કયા પ્રકારનો સામાન રાખી શકાય છે અને કયા પ્રકારનો નહીં. જો કે, આરબીઆઈના નિયમો કહે છે કે હવે ગ્રાહકો લોકરમાં ફક્ત ઘરેણાં, મહત્વપૂર્ણ દસ્તાવેજો અને કાયદાકીય રીતે માન્ય વસ્તુઓ જ રાખી શકશે.

2) બેંક લોકર ગ્રાહકોને તેમના અંગત ઉપયોગ માટે જ ઉપલબ્ધ રહેશે. આ નોન-ટ્રાન્સફરેબલ હશે. મતલબ કે પરિવારના સભ્યોને એકબીજાના લોકરને એક્સેસ કરવાની સુવિધા નહીં મળે.

3) શસ્ત્રો, રોકડ અથવા વિદેશી ચલણ, ડ્રગ્સ અથવા દવાઓ, પ્રતિબંધિત અથવા કોઈપણ જીવલેણ ઝેરી વસ્તુ બેંક લોકરમાં રાખી શકાતી નથી.

4) નવા નિયમો બેંકને ઘણી જવાબદારીઓમાંથી મુક્ત કરશે. જો બેંક લોકરનો પાસવર્ડ કે ચાવી ખોવાઈ જાય અથવા તેનો દુરુપયોગ થાય તો બેંક કોઈ જવાબદારી લેશે નહીં. જો કે ગ્રાહકના સામાનની સુરક્ષાની જવાબદારી બેંકની રહેશે. જો બેંક આમ કરવામાં અસમર્થ હોય, તો તેણે આ સંબંધિત નિયમો અનુસાર વળતર ચૂકવવું પડશે જે સમયાંતરે બદલાતા રહે છે.