khissu

5 રૂપિયામાં Bank of baroda માં ખાતું ખોલાવી મેળવો અનેક ફાયદા, જાણો કામની માહિતી

BoBની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી મુજબ ફક્ત 5 રૂપિયામાં પેન્શન ખાતું ખોલી શકાય છે. આ ખાતામાં દરેકને ગ્રાહકોને વિના મૂલ્યે અમર્યાદિત ચેક બુક સુવિધા આપવામાં આવે છે. દેશની સૌથી મોટી સરકારી બેંક એટલે કે બેંક ઑફ બરોડા એક વિશેષ પેન્શન ખાતું ખોલી રહી છે. જેનો લાભ નાગરિકો ઉઠાવી શકે છે. 

આ ખાતામાં ફ્રી મળશે ઇન્સ્યોરન્સ મળશે. 
આ ખાતું ખોલાવવા પર એક લાખ રૂપિયા સુધીનું અકસ્માત વીમા કવર ગ્રાહકોને વિના મૂલ્યે આપવામાં આવશે. 

આ ખાતું ખોલાવાના ફાયદા?
આ ખાતામાં આધાર શાખા અને બાહ્ય શાખાઓમાંથી પૈસા ઉપાડવા માટે કોઈ શુલ્ક લેવામાં આવશે નહીં. પરંતુ બાહ્ય શાખાઓમાં ખાતા ધારક દરરોજ મહત્તમ 50000 રૂપિયા સુધીની રોકડ ઉપાડી શકશે.

2 મહિનાનુ પેન્શન જમા થશે એટલે બેંક ખાતામાં ઓવરડ્રાફટ સુવિધા આપવામાં આવશે. 

આ ખાતામાં કોઈ ન્યુનત્તમ થાપણની જરૂર નથી. ડિમાન્ડ ડ્રાફ્ટ્સ/બેન્કરોના ચેક દ્વારા દર મહિને મહત્તમ 1 લાખની મર્યાદા સુધી નિધિનું ફ્રી ટ્રાન્જેક્શન થઈ શકશે. 

જો કોઈ ગ્રાહક બે વર્ષથી બચત ખાતામાં કોઈ લેવડદેવડ ન કરે, તો એકાઉન્ટ નિષ્ક્રિય થઈ જાય છે. આવા તમામ બચત ખાતાઓમાં સતત વ્યાજ લાગુ કરવામાં આવશે. સાથે ખાતાની નિષ્ક્રિયતા માટે કોઈ વધારે શુલ્ક પણ લેવામાં આવશે નહીં. અને જો ખાતું નિષ્ક્રિય થઈ જાય તો KYC કરાવી ગમે ત્યારે શરૂ કરાવી શકશો. 

આ ખાતું કોણ ખોલી શકે?
બેંક ઑફ બરોડાના કર્મચારીઓ અને સામાન્ય પેન્શનરો આ યોજનાનો લાભ લઈ શકે છે. જેમાં મફત ડેબિટ કાર્ડ, બરોડા કનેક્ટ / ઇન્ટરનેટ બેંકિંગ અને 1 વર્ષ માટે “બોબકાર્ડ્સ સિલ્વર” આપવામાં આવશે.