Bank of Baroda: ગઈ કાલે બેંક ઓફ બરોડાએ રિટેલ ટર્મ ડિપોઝીટ પરના વ્યાજ દરોમાં સુધારો કર્યો છે. બેંક ઓફ બરોડાએ અગાઉ મે 2023 અને માર્ચ 2023માં રિટેલ ટર્મ ડિપોઝિટના વ્યાજ દરમાં વધારો કર્યો હતો. બેંકે વિવિધ મુદતમાં થાપણો માટેના વ્યાજ દરમાં વધારો કર્યો છે.
bob બેંકે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, "આ દરો રૂ. 2 કરોડથી ઓછી થાપણો પર લાગુ થશે, જે 9 ઓક્ટોબર, 2023થી લાગુ થશે." જાહેર ક્ષેત્રની બેંક ઑફ બરોડાએ 9 ઑક્ટોબરે NRO અને NRE ટર્મ ડિપોઝિટ સહિત ડોમેસ્ટિક રિટેલ ટર્મ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં ત્રણ વર્ષ સુધીના વિવિધ સમયગાળામાં 50 બેસિસ પોઈન્ટ્સ સુધીનો વધારો કર્યો છે.
બેંક 7.40 ટકા સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે સામાન્ય નાગરિકો માટે અને 7.90 ટકા સુધી p.a. વરિષ્ઠ નાગરિકો માટે. 399 દિવસ માટે તિરંગા પ્લસ ડિપોઝિટ સ્કીમ હેઠળ વરિષ્ઠ નાગરિકોને 7.80 ટકા p.a. નોન-કૉલેબલ ડિપોઝિટ પર વ્યાજ ઓફર કરે છે.
બેંકે એક રીલીઝમાં જણાવ્યું હતું કે, "બેંકે જથ્થાબંધ થાપણોના વ્યાજ દરમાં પણ વધારો કર્યો છે (2 કરોડથી રૂ.10 કરોડ સુધીની થાપણો માટે વિવિધ મુદતમાં 1 ટકા સુધીનો વધારો થયો કર્યો છે)
આ પણ વાંચો:-BOB ખાતા ધારકો આવી ખુશ-ખબર: 50 bpsનો વધારો થતા હવે વધારે વ્યાજ મળશે, જાણો નવા FD દરો