બેંકો તેના નવા ગ્રાહકોને ખાતા ખોલવા માટે અનેક પ્રકારની ઓફર આપે છે. તેમજ જૂના કે નવા ગ્રાહકો પાસેથી બચત ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવા પર અને બેંક એકાઉન્ટ બંધ કરવા પર ફી વસૂલે છે. સામાન્ય રીતે બેંકમાં ખાતું ખોલતી વખતે આ ફી વિશે ગ્રાહકોને ખબર હોતી નથી. જો કે તેનો ઉલ્લેખ નિયમો અને શરતોમાં કરવામાં આવ્યો છે, પરંતુ તમે તેના વિશે ભાગ્યે જ જાણતા હશો. તો ચાલો અમે તમને આ ચાર્જ વિશે જણાવીએ જે બેંકો તમારી પાસેથી લે છે.
1. બેંકો અકાઉન્ટ ખોલવા માટે ઘણી વખત ઓફર આપે છે, તેમ છતાં બેંક ખાતું બંધ કરવા માટે ગ્રાહક પાસેથી પૈસા લેવામાં આવે છે. જો ખાતુ ખોલાવ્યા ને છ મહિના પણ નથી થયા, તો પણ મોટાભાગની બેન્કો ખાતુ બંધ કરવા માટે 50 થી 200 રૂપિયા ચાર્જ કરે છે.
2. જો છેલ્લા છ મહિનાથી તમારા ખાતામાંથી કોઈ ટ્રાન્ઝેક્શન નથી થયું, તો તમારે આ માટે પણ દંડ ભરવો પડી શકે છે. જોકે આમાં જાહેર અને ખાનગી બેંકો માટે અલગ અલગ નિયમો છે.
3 જો તમે એક દિવસમાં તમારી બેન્ક શાખામાં 12 થી ખાતુ ટ્રાન્જેક્શન કર્યા હોય, તો તમારા ખાતામાંથી 50 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શનના દરે રૂપિયા કાપવામાં આવે છે. આ ચાર્જ ખાનગી બેંકો દ્વારા વસૂલવામાં આવે છે.
4. જો તમારું ખાતુ કોઈ બેંકમાં છે અને તે શાખા સિવાય અન્ય શાખામાં જઈને ટ્રાન્જેક્શન કરો છો, તો તેના માટે પણ પૈસા ચૂકવવા પડશે. ખાનગી બેંકો પ્રથમ વખત આવા વ્યવહારો માટે ચાર્જ લેતી નથી, પરંતુ ત્યાર બાદ દરેક ટ્રાન્ઝેક્શન પર એક હજાર પ્રતી 5 રૂપિયા નો ચાર્જ લગાડે છે.
5. તમારા ખિસ્સામાંથી પૈસા વસૂલવાની લિસ્ટમાં એક બેંક સ્ટેટમેન્ટ પણ છે. જો તમે ઈચ્છો છો કે બેંક સ્ટેટમેન્ટ દર મહિને તમારા ઘરે મોકલવામાં આવે તો તમારે બેંકને આ માટે પણ ચાર્જ ચૂકવવો પડશે. દરેક બેંક તેની કિંમત તેના પોતાના પ્રમાણે નક્કી કરે છે. મોટાભાગની બેંકોમાં આ કિંમત 200 રૂપિયા સુધી છે. જો કે, ઇમેઇલ દ્વારા સ્ટેટમેન્ટ મંગાવવા પર કોઇ ચાર્જ નથી. રિઝર્વ બેંકની સૂચના અનુસાર બેંકોએ દર 3 મહિને ગ્રાહકોને સ્ટેટમેન્ટ મોકલવાના હોય છે, જેના માટે બેંકો કોઈ ફી લઈ શકતી નથી.
6. જો તમે તમારા ચેક બુકનું સ્ટેટસ જાણવા માંગતા હો, તો ઘણી ખાનગી બેન્કો આ માટે તમારી પાસેથી ચાર્જ લે છે. બેંકો આ સેવા માટે 25 રૂપિયા સુધી ચાર્જ કરે છે.
આવી માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.