khissu

સિડનીમાં ઓસ્ટ્રેલિયા ને 6 વિકેટે હરાવી ને T-20 સિરીઝ જીતી, બેટ્સમેનો નું શાનદાર પરફોર્મન્સ

સિડનીમાં રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની બીજી T-20 મેચ જીતીને સિરીઝ પર કબજો મેળવી લીધો છે. આ સાથે જ ભારતે મેચમાં ઘણા નવા રેકોર્ડ બનાવ્યા છે. ટીમે વન ડે મેચમાં કરેલા ખરાબ પ્રદશનને ભૂલાવીને ચાલુ સિરીઝમાં શાનદાર પ્રદશન કરીને એક મેચ બાકી રહેતા જ જીતી લીધી છે.

ઈજા ને કારણે ઓસ્ટ્રેલિયાના કપ્તાન એરોન ફિન્ચ ના સ્થાને કેપ્ટન બનેલા મેથ્યુ વેડ સામે વિરાટ કોહલી ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતની ટીમમાં રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શામી અને મનીષ પાંડે ની જગ્યાએ યજુવેન્દ્ર ચહલ, શાર્દુલ ઠાકુર અને શ્રેયસ ઐયર નો સમાવેશ કરવામાં આવ્યો હતો.

પેલી બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે તાબડતોબ બનાવવાનું શરૂ કરી દીધું હતું. મેથ્યૂ વેડે આક્રમક 32 બોલમાં 58 રન ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયાએ કુલ મળીને વિશ્વ માં પાંચ વિકેટના નુકસાને 194 રન બનાવ્યા હતા. ભારતના બોલરો નું પ્રદર્શન ખુબ જ નિરાશાજનક રહ્યું હતું. નટરાજન ને બાદ કરતા બીજો કોઈ બોલર રણની ગતિ રોકવામાં નિષ્ફળ નીવડ્યો હતો.

જવાબમાં ભારતીય ટીમે શિખર ધવન ના 52, કોહલીના 40 અને હાર્દિક પંડ્યા ના 42 રનની ઇનિંગ્સ ના સહારે મેચને છ વિકેટ થી આસાનીથી જીતી લીધી હતી. ભારતીય ટીમને રોકવા માટે ઓસ્ટ્રેલિયન ટીમે સાત બોલરો નો ઉપયોગ કર્યો, પરંતુ સફળ થઈ શકી નહીં. હાર્દિક પંડ્યા અને તેની મેચ વિનિંગ ઇનિંગ માટે મેન ઓફ ધ મેચ બનાવવામાં આવ્યો.

મેચ મેચ જીતીને ભારતીય ટીમે ઘણા રેકોર્ડ્સ બનાવ્યા

  • ​​​​​આ આ જીત, ભારતની ક્રિકેટ ટીમની વિદેશમાં સતત 10 મી જીત હતી.
  • 194 રન બનાવીને ભારતે ઓસ્ટ્રેલિયા માં સૌથી વધારે સ્કોર ચેઝ કરવાનું બીજા નંબરનો રેકોર્ડ બનાવ્યો. પહેલા નંબરે પણ ભારત જ છે. ક્યારે ભારતે 198 સફળતાપૂર્વક ચેઝ કર્યા હતા.
  • આ ભારતની ટીમ ની ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં સતત નવમી જીત છે. આ લિસ્ટમાં ભારત ચોથા નંબરે આવી ગયું છે. બાર જીત સાથે અફઘાનિસ્તાન પહેલા નંબર પર છે.