બજારમાં ઉપલબ્ધ સોનું કેટલું સાચું છે કે કેટલું શુદ્ધ છે તે જે તે ઝવેરી ને જ ખબર હોય છે અને તે કેટલું સાચું બોલે છે તે પણ તેને જ ખબર હોય છે. જો આપણને કોઈ શંકા જાય છે તો બીજા ઝવેરી પાસે ચેક કરાવવું પડે છે કે તેણે કેટલું સાચું સોનું આપ્યું છે.
પણ જો બીજા ઝવેરી પાસે જાવા કરતા તમે જ ઝવેરી બની જાવ તો કેવું સારું.
જી હા મિત્રો, સોનાની શુદ્ધતા મોબાઈલ એપ મારફતે તમે જાતે જ ચેક કરી શકો છો. કેન્દ્રીય ઉપભોક્તા અને ખાદ્ય મંત્રાલય દ્વારા " BIS-Care app" નામથી એક એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. જેની મદદથી ગ્રાહકો સોનાની શુદ્ધતા ચેક કરી શક્શે.
કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં ફરજિયાત ગોલ્ડ હોલમાર્કિંગ નો અમલ ૧૫ જાન્યુઆરી થી થવાનો હતો પરંતુ હવે તે લંબાવીને ૧ જુલાઈ ૨૦૨૧ સુધી કરવામાં આવ્યો છે.
આ એપ્લિકેશન ની મદદ થી સોંનું ચેક કરતા જો તેનું લાઇસન્સ, નોંધણી અને હોલમાર્ક નંબર ખોટો જોવા મળે તો તરત જ ફરિયાદ કરવાનો ઓપ્શન પણ આપેલો છે.
તો ચાલો જાણી લઈએ કેવી રીતે આ એપ્લિકેશન ખોલી તેનો યુઝ કરી શકશો.
૧) સૌપ્રથમ તમારા મોબાઈલ માં ગૂગલ પ્લે સ્ટોર માં જઈ BIS-Care App સર્ચ કરી ડાઉનલોડ કરી લો.
૨) ત્યારબાદ તેને ઓપન કરી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે.
૩) તમારું નામ , મોબાઇલ નંબર અને ઈમેઈલ આઈડી નાખો.
૪) ત્યારબાદ તમારા મોબાઈલ નંબર અથવા ઈ મેઈલ આઈડી પર OTP આવશે તે નંબર નાખી વેરીફાય પર ક્લિક કરો.
૫) હવે એપ્લિકેશન માં જઈ verify Hallmark પર ક્લીક કરી સોનાનો હોલમાર્ક નંબર નાખી સોનાની શુદ્ધતા જાણી શકશો.