પ્રેમિકા બની શિક્ષક સાથે વાત કરતો, શિક્ષક પાસે રિચાર્જ પણ કરાવડાવતો

પ્રેમિકા બની શિક્ષક સાથે વાત કરતો, શિક્ષક પાસે રિચાર્જ પણ કરાવડાવતો

સોશિઅલ મીડિયા માં થતી છેતરપીંડી નો વધુ એક કેસ સામે આવ્યો. છોકરી બનીને કરતો હતો એક શિક્ષક સાથે વાતો. આશ્વર્ય ની વાત તો એ છે કે એક વર્ષ સુધી વાત કરતા હતા બંને છતાં શિક્ષકને ખબર પડી નહીં. અને હવે ખબર પડતાં બન્ને વચ્ચે ભારે મારામારી થઈ ગઈ.


ગામમાં રહેતા શિક્ષક સાથે પાડોશી ગામનો જ યુવક છોકરી બની વાત કરતો હતો. બન્ને એકબીજા સાથે એવા મસ્ત થઈ ગયા હતા કે એમ જ લાગે બે પ્રેમી વાત કરી રહ્યા હોય. સાથે જીવવા મરવાના વચન પણ આપતા અને રોમેન્ટિક વાતો પણ કરતા હતા. કલાકો સુધી ચાલતી આ વાતો માં તેઓ એકબીજાની કસમ પણ ખાતા અને મસ્તી પણ કરતા હતા. 


શિક્ષક ને તેના પર પૂરો ભરોસો આવી ગયો હતો એટલું જ નહીં તે રિચાર્જ પણ કરી આપતો હતો. આ ઉપરાંત યુવતી બનેલા યુવક ને શોપિંગ માટે પૈસા પણ ટ્રાન્સફર કરતો હતો.


આ આખો પ્રસંગ એક વર્ષ સુધી ચાલ્યો અને હાલ શુક્રવારે બપોરે તેનો ભાંડો ફૂટી ગયો. શુક્રવારે યુવકે શિક્ષકને ફોન કર્યો અને થોડીવારમાં તમારા ગામમાં આવી રહી છું કહીને મળવા બોલાવ્યો. શિક્ષક પણ એક વર્ષ ના પ્રેમ ને પહેલી વાર જોવા માટે ખુબજ આતુર હતો. પરંતુ શિક્ષકે જ્યારે તેને ફોન લગાવ્યો તો છોકરા નો અવાજ સંભળાયો અને શેરડીના ખેતરમાંથી નીકળતો જોતા હકીકત સામે આવી ગઈ.


હકીકત સામે આવતા શિક્ષકના હોશ જ ના રહ્યા તે છોકરી સાથે નહીં પણ છોકરા સાથે વાત કરતો હતો તે જાણી તે યુવક સાથે મારામારી થઈ ગઈ. એટલી હદે મારામારી થઈ કે પોલીસ પણ ત્યાં આવી પહોંચી અને મામલો શાંત પાડી પોલીસ સ્ટેશને લઇ ગઈ. ત્યારબાદ ગામના સરપંચ આવી સમજૂતી કરાવ્યા બાદ પોતપોતાના ઘરે મોકલી દીધા.


નીચે આપેલી લિંક પર કલિક કરીને જોડાઓ khissu.com  સાથે જેમાં ડેઈલી લેટેસ્ટ ન્યુઝ મળતા રહેશે.