khissu

આધાર કાર્ડમાં કેટલી વાર નામ અને સરનામું બદલી શકાય છે, જાણો UIDAIના નિયમો

આધાર કાર્ડ દ્વારા આપણે મોટાભાગના મહત્વપૂર્ણ કાર્યો કરતા હોઇએ છીએ. આધાર કાર્ડ એક ખૂબ જ અગત્યનો પુરાવો છે. આધાર કાર્ડની જરૂરિયાતો અને મહત્વને ધ્યાનમાં રાખીને, તેમાં ઘણી વખત ફેરફાર અથવા અપડેટ કરવું પણ જરૂરી છે.

આધાર કાર્ડ જારી કરતી સરકારી એજન્સી યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) તમને તમારા આધાર કાર્ડમાં જરૂરી ફેરફારો કરવાની મંજૂરી આપે છે. પરંતુ, તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે કે તમે તમારું આધાર કાર્ડ વારંવાર બદલી શકતા નથી. તમને જણાવી દઈએ કે UIDAI એ આધાર કાર્ડમાં ફેરફાર કરવા અથવા અપડેટ કરવા માટે એક મર્યાદા નક્કી કરી છે, જેના પછી તમે તમારા આધાર કાર્ડમાં ફેરફાર શકશો નહિ.

આધાર કાર્ડમાં નામ અપડેટ 
ઘણી વખત આધાર કાર્ડમાં તમારું નામ ખોટું આવી જાય છે. આ સિવાય લગ્ન પછી છોકરીઓએ તેમના આધારમાં તેમની અટક બદલવી જરૂરી છે. તમને જણાવી દઈએ કે તમે તમારા આધારમાં નામ માત્ર બે વાર સુધારી અથવા અપડેટ કરી શકો છો. આ પછી પણ, જો તમે તમારું નામ અપડેટ કરવા માંગો છો, તો તમારે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો સાથે UIDAIની પ્રાદેશિક કચેરીમાં જવું પડશે.

આધાર કાર્ડમાં સરનામું બદલવું
નોકરી કે અન્ય કોઈ કારણસર તમારે ઘણી વખત ઘર બદલવું પડે છે. આવી સ્થિતિમાં, તમારે આધાર કાર્ડમાં તમારું સરનામું પણ બદલવું પડતું હોય છે. પરંતુ જો તમે તમારા આધાર કાર્ડમાં દાખલ કરેલા સરનામામાં કોઈ નાનો ફેરફાર કરવા જઈ રહ્યા છો, તો ધ્યાનમાં રાખો કે તમે તમારા આધાર કાર્ડમાં ફક્ત એક જ વાર સરનામું બદલી શકો છો.

આધાર કાર્ડને PAN સાથે લિંક કરવાની આ અંતિમ તારીખ
ભારત સરકારે આધાર અને PAN લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. જો તમે હજી સુધી તમારું આધાર અને PAN લિંક નથી કર્યું, તો તમારી પાસે 31 માર્ચ, 2022 સુધીનો સમય છે. જો તમે 31 માર્ચ સુધીમાં આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક નહીં કરો તો તમારું પાન કાર્ડ માન્ય ગણાશે નહિ.