મોંઘાવારીનાં નામે દેશ સાથે ગદ્દારી? પ્રાઈવેટ કંપનીઓ ભરી રહી ખીસ્સા! પેટ્રોલ-ડીઝલ 80, 90 પુરે 100

મોંઘાવારીનાં નામે દેશ સાથે ગદ્દારી? પ્રાઈવેટ કંપનીઓ ભરી રહી ખીસ્સા! પેટ્રોલ-ડીઝલ 80, 90 પુરે 100

દેશમાં મોંઘવારી એ હાહાકાર મચાવ્યો છે. ખાદ્ય અને ગાડી ચલાવવા માટેનું તેલ બંને બેકાબુ રફતારે દોડી રહ્યા છે. ભારતની સરકાર ને પૂછવામાં આવ્યું કે ખાદ્ય તેલ આટલું મોંઘુ કેમ? તો તમે જાણો જ છો કે ભાજપ ની સરકાર ઈમાનદારીનાં પૂતળાં છે. કોઈ કાળા બજાર તો કરતાં જ નથી, તો પણ ખાદ્ય તેલના ભાવ આટલા ઊંચા કેમ છે?

કૃષિ મંત્રીએ આપ્યું નિવેદન:- વિશ્વ ગુરુ બનવા માંગતા ભારતના કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું કે, અમે ખાદ્ય તેલમાં થતી ભેળસેળને બંધ કરી દીધી છે, એટલે સરસવ નુ તેલ આટલું મોંઘુ થયું છે. આ ભારત સરકાર નો મહત્વપૂર્ણ નિર્ણય છે. કૃષિ મંત્રીએ કહ્યું કે આનો ફાયદો દેશભરમાં સરસવ નુ તેલ કાઢતા ખેડૂતોને થશે. 

મિત્રો સાચી વાત કહીએ તો ખેડૂતોને આ નિર્ણય થી કોઈ ફાયદો થયો જ નથી. જે પણ ફાયદો થયો છે તો તે અદાણી કંપનીને થયો છે. એક બાજુ કૃષિ મંત્રીએ ભેળસેળ બંધ કરી છે તો બીજી બાજુ અદાણી કંપનીએ સરસવ નાં તેલમાં ધરખમ વધારો કર્યો અને એક બોટલનો ભાવ રૂ. 214 કરી દીધો છે. નરેન્દ્ર સિંહ તોમરનું કહેવું છે કે, ખાદ્ય તેલમાં ભાવમાં જે પણ વધારો થશે તેના પર સરકારની નજર રહેશે, પરંતુ સાચી વાત એ છે કે તેલ મોંઘુ થવાથી ખેડૂતોને જરા પણ ફાયદો થવાનો નથી. મોટાભાગના ખેડૂતો સરસવનો પાક મોટી મોટી કંપનીઓને સોંપી દે છે. ત્યાર બાદ કંપનીઓ સરસવ માંથી તેલ કાઢીને બોટલમાં પેકિંગ કરે છે અને મોંઘા ભાવે બજારમાં વેંચે છે. નરેન્દ્ર સિંહ તોમર કહે છે કે તેલમાં ભેળસેળ બંધ કરી દીધી છે પણ એવું કાય છે જ નહિ. 

કૃષિ મંત્રીને જાણ જ નથી કે ખાદ્ય તેલના ભાવ કેમ વધી રહ્યા છે. કૃષિ મંત્રી કહે છે કે તેલમાં ભેળસેળ બંધ કરી દીધી છે. એનો મતલબ એમ કે દેશભરમાં અત્યાર સુધી ભેળસેળ વાળું તેલ વાપરતા હતા? આ વાત કૃષિ મંત્રીએ 7 વર્ષ બાદ કહી તો અત્યાર સુધી તંત્ર ક્યાં હતું? 

દેશમાં પેટ્રોલ ડીઝલનાં ભાવમાં વધારો થઈ રહ્યો છે એ વાત તો તમે જાણતા જ હશો. જો સરકાર ને પૂછવામાં આવે કે ભાવ શા માટે વધી રહ્યા છે તો સરકાર કહે કે છે કે અમે તો શું કરી શકીએ. સરકારની આવક ઓછી છે જેથી ભાવ નથી ઘટાડી શકતા. લોકોને પુછવામાં આવે તો લોકો કહે છે કે શું અમારા ઘરે કુબેરના ભંડાર ભર્યા છે? મિત્રો દેશના એવા 7 રાજ્ય છે જ્યાં પેટ્રોલના ભાવ 100 થી પણ વધુ છે. કેન્દ્ર સરકારે આ વર્ષે જ પેટ્રોલ ડીઝલના ભાવ 14% વધાર્યા છે. ફકત 2021 ની અંદર તેલની કિંમતો 50 વખત વધારવામાં આવી છે. જેમાં પેટ્રોલ લગભગ 13 રૂપિયા મોંઘુ થયું છે અને ડીઝલના ભાવમાં પણ રૂ. 13.54 વધારો છે.