લતા મંગેશકર બાદ 'મહાભારત'ના 'ભીમ' પ્રવીણ કુમાર સોબતીનું 74 વર્ષની વયે અવસાન, એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યો

લતા મંગેશકર બાદ 'મહાભારત'ના 'ભીમ' પ્રવીણ કુમાર સોબતીનું 74 વર્ષની વયે અવસાન, એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યો

શોકદ સમાચાર મુજબ મહાભારતના ભીમ પ્રવીણ કુમાર સોબતીનું 74 વર્ષની વયે નિધન થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતા કરોડરજ્જુની સમસ્યાથી પીડિત હતો. જો કે હજુ સુધી મોતનું મુખ્ય કારણ બહાર આવ્યું નથી. પ્રવીણ ફિલ્મોમાં કામ કરતા પહેલા એથલીટ હતા.

ગયા વર્ષે એક મીડિયા ઈન્ટરવ્યુમાં પ્રવીણ કુમારે કહ્યું હતું કે હું લાંબા સમયથી ઘરે જ રહું છું. તબિયત સારી નથી, જેના કારણે ડોક્ટરે અનેક પ્રકારના ભોજનનો ત્યાગ કરવાનું કહ્યું છે. કરોડરજ્જુની સમસ્યા પણ છે. મારી પત્ની વીણા મારી સંભાળ રાખે છે. એક પુત્રી છે જે પરિણીત છે અને હવે મુંબઈમાં રહે છે.

પ્રવીણ એક્ટિંગમાં જોડાતા પહેલા હેમર અને ડિસ્કસ થ્રો એથ્લીટ હતા. તેણે એશિયન ગેમ્સમાં 2 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ સહિત ચાર મેડલ જીત્યા હતા. તેણે બે ઓલિમ્પિક ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે. રમતગમતમાં તેમના સારા યોગદાન માટે તેમને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ સાથે પ્રવીણને બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)માં ડેપ્યુટી કમાન્ડન્ટની નોકરી પણ મળી. રમતગમતમાં સફળ થયા બાદ તેણે ફિલ્મોમાં આવવાનું નક્કી કર્યું.

પ્રવીણની કારકિર્દી પ્રવીણે 1981માં આવેલી ફિલ્મ રક્ષાથી ડેબ્યૂ કર્યું હતું. પરંતુ તેમને મહાભારતના ભીમ પાસેથી ઓળખ મળી. તેની છેલ્લી ફિલ્મ 1998માં આવેલી 'ટ્રેન ટુ પાકિસ્તાન' હતી.