khissu

'ગરબે કી રાત’માં અશ્લીલ ડાન્સ કરીને ભરાયા ભૂમિ-રાહુલ, કિર્તીદાન-રાજભાએ પણ ઉચ્ચારી ચીમકી- જો ગીત નહીં હટે તો....

હાલમાં યુ-ટ્યૂબ પર એક ગીત રીલિઝ કરવામાં આવ્યું છે અને તેમાં માતાજીનો ગરબો રજૂ કરવામાં આવ્યો છે. જો કે આ ગરબામાં એવી અશ્લીલતા બતાવવામાં આવી છે કે લોકોનો ગુસ્સો સાતમા આસમાને છે. સાથે જ ગુજરાતના ખ્યાતનામ ગાયક કલાકારોએ પણ આ ગરબાનો અને વીડિયોનો વિરો કર્યો છે. વાત કંઈક એમ છે કે ગાયક રાહુલ વૈદ્ય અને ભૂમિ ત્રિવેદીના આલ્બમ ‘ગરબે કી રાત’માં માતાજીના ગરબાના ગીત સાથે એવી સીન બતાવવામાં આવ્યા છે કે લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે.

કલાકારો પણ હવે મેદાને આવ્યા છે અને વિરોધ કર્યો છે. કિર્તીદાન ગઢવીએ જણાવ્યું હતું કે, હાલમાં માતાજીના ગરબા ચાલે છે. આ ગીતમાં મેલડી માતા અને મોગલ માતાના નામે જે ગીત બહાર પાડવામાં આવ્યું છે તે ઘણું જ અશ્લીલ છે અને તેની રજૂઆત ગંદી છે. તેનાથી યુવાનો અને સમાજ પર ખોટી અસર પડે છે. ગરબામાં જે ડાન્સ અને કપડા પહેરવામાં આવ્યા છે તે ઘણા જ અશ્લીલ છે અને આવા દ્રશ્યોને તાત્કાલીક હટાવી દેવા જોઈએ તેવી અમારા ગઢવી, ચારણ અને ક્ષત્રિય સમાજની માંગ છે. આ સાથે જ હવે વિવાદ વધી રહ્યો છે.

તો બીજી તરફ કીર્તિદાન સાથે સાથે રાજભા ગઢવીએ પણ વિરોધના શૂર રેલાવ્યા છે. રાજભા ગઢવીએ ચીમકી ઉચ્ચારતાં કહ્યું છે કે, માતાજીના નામે આવી અશ્લીલતા નહીં ચલાવી લેવાય, તેમને રાહુલ વૈદ્યને કહ્યું છે કે આ ગીતને તાત્કાલિક ધોરણે સોશિયલ સાઈટ પરથી હટાવી દેવામાં આવે. હિન્દી શબ્દનો પ્રયોગ કરી વિરોધ કર્યો કે યે ગીત ઉતર જાના ચાહિયે, વરના અચ્છા નહીં હોગા. હમ જો કહેતે હૈ વો કરતે ભી હૈ.

ઉલ્લેખનીય છે કે ગરબે કી રાત ગીતમાં ડાન્સની અશ્લીલતાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગીતમાં "રમવા આવો માંડી રમવા આવો, આજ માત મેલડી રમવા આવો. રમવા આવો માંડી રમવા આવો, આજ માત મોગલ માડી રમવા આવો" તેવા શબ્દનો ઉપયોગ કરાયો છે પણ ગીતના ડાન્સમાં ગંદા સીન જોવા મળી રહ્યા છે. જો કે બૉલિવૂડ સિંગર રાહુલ વૈદ્યએ માફી માંગી છે અને લોકોને અપીલ પણ કરી છે કે મોગલ માતાના નામને લઇને અજાણતા ઠેંસ પહોંચી છે, કોઇની ભાવના કે કોઇને ઠેસ પહોંચાડવાનો મારે ક્યારેય ઇરાદો નહોતો, આ ભૂલ અજાણતા થઇ છે, જેને લઈને હું જેની લાગણી દુભાઈ હોય તેની માફી માગું છું. માતાજીની ભક્તિને ધ્યાનમાં લઇ મેં ગીત બનાવ્યું હતું, મોગલ માતાનો ઉલ્લેખ છે તે શબ્દને હું હટાવી દઇશ. પરંતુ હાલમાં માહિતી સામે આવ રહ છે કે રાજકોટમાં સાયબર ક્રાઈમ હેઠળ ફરિયાદ નોંધવા અરજી કરાઈ છે.

આવી માહિતી અમે Khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે Khissu એપ ને ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા What's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.