khissu

આજના 6 મોટા સમાચાર: બાળકોને વેક્સિન, મોદી નિર્ણય, રેલવે બંધ, ગુજરાતમાં રાફડો, પ્રોપર્ટી કાર્ડ વગેરે

ભુપેન્દ્ર પટેલના મોટા નિર્ણયો: ગુડ ગવર્નન્સ સપ્તાહના પ્રારંભે ભૂપેન્દ્ર પટેલે ઘણા બધા મોટા નિર્ણયો લીધા છે. જેમાં 
1) સરકારી કોઈપણ સેવાઓમાં જરૂરી ન હોય તેવી બાબતોમાં એફિડેવિટ કરવાનું રહેશે નહીં. તેના બદલે તમારી જાતે સેલ્ફ ડિક્લેરેશન કરી શકો છો.
2) ડિજિટલી પ્રમાણિત પ્રોપર્ટીકાર્ડ હવે ઓનલાઈન મળશે. તમારા દસ્તાવેજોને ડિજિટલ કાર્ડમાં ફેરવી દેવામાં આવશે અને તમારા દસ્તાવેજોને ઓનલાઈન કઢાવી શકશે.
3) PMJAY-MA યોજનાના લાભાર્થીઓને ગામના તલાટીના દ્વારા 3 વર્ષ માન્ય આવકનો દાખલો કાઢી આપવામાં આવશે.

નરેન્દ્ર મોદીની જાહેરાત:
● 3 જાન્યુઆરીથી દેશના 15થી 18 વર્ષના બાળકોને રસી આપવામાં આવશે.
● ઉપરાંત 10 જાન્યુઆરીથી હેલ્થ વર્કર્સને વેક્સિનની પ્રી-કૉશન ડોઝ આપવામાં આવશે.
● 60 વર્ષ કે તેનાથી વધુ લોકોને જે અન્ય બિમારીથી લડી રહ્યા છે, તેમને તેમના ડોક્ટરની સલાહ મુજબ બૂસ્ટર ડોઝ આપવામાં આવશે.

15 દિવસ રેલવે બંધ: રેલવેમાં મુસાફરી કરતા સૌરાષ્ટ્રના મુસાફરો માટે માઠા સમાચાર છે. જેમાં રાજકોટ અને સુરેન્દ્રનગર વચ્ચે વગડીયા યાર્ડમાં ચાલતા ડબલ ટ્રેકનાં કામને કારણે આજે રવિવારથી સતત 15 દિવસ સુધી રાજકોટથી અમદાવાદ અને મુંબઈ તરફનો રેલ વ્યવહાર ખોરવાશે. જેથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે.

ઈ-સરકાર એપ્લિકેશન: રાજ્યની વહીવટી કાર્ય પદ્ધતિ સંપૂર્ણપણે પેપરલેસ બનાવવા "ઈ-સરકાર એપ્લિકેશન"નો પણ રાજ્ય સરકારે પ્રારંભ કર્યો છે, તો રાશનકાર્ડની કેટલીક સેવાઓ ઓનલાઇન શરૂ કરવા માટે "માય રેશન મોબાઈલ એપ" પણ શરૂ કરી છે.

ગુજરાતમાં કોરોનાનો રાફડો: ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે, રાજ્યમાં એક જ દિવસમાં 150ને પણ આંકડો વટાવી દીધો છે. ગત 24 કલાકમાં કોરોનાના 179 નવા કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 61 કેસ નોંધાયા છે, ત્યારે રાજકોટમાં 2 દર્દીનું મોત પણ થયું છે.

હવામાન વિભાગ આગાહી: શહેરમાં ઠંડીનું પ્રમાણ ક્રમશઃ ઘટી રહ્યું છે. છેલ્લા 2 દિવસમાં લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રી નોંધપાત્ર વધારો થયો છે. શનિવારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી પહોંચતા બપોરે ગરમી અને રાત્રે હળવી ઠંડી અનુભવાઈ હતી. સતત બીજા દિવસે વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું હતું. 2 દિવસ વાતાવરણ સામાન્ય રહેશે અને ત્યારબાદ ઠંડીનું પ્રમાણ વધશે.