જય હો ગુજરાતના સંવેદનશીલ CM ભુપેન્દ્ર પટેલની, ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓને બચાવવા એવો નિર્ણય લીધો કે દરેકે લીધા રાહતના શ્વાસ

જય હો ગુજરાતના સંવેદનશીલ CM ભુપેન્દ્ર પટેલની, ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓને બચાવવા એવો નિર્ણય લીધો કે દરેકે લીધા રાહતના શ્વાસ

જ્યારે કુદરત રૂઠે ત્યારે શું હાલત થાય એનો અંદાજો જ લોકો ફયાસા હોય એને જ થાય. ત્યારે હાલમાં ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ભારે તબાહી મચી ગઈ છે અને ચારધામની યાત્રા પર પણ રોક લગાવી દેવામાં આવી છે. હવે યાત્રાળુઓની હાલત કફોડી બની છે. એવામાં સામે આવી રહ્યું છે કે જાણીતી કંપની રાજુ એન્જિનિયરિંગના ચેરમેનના પરિવાર સહિત રાજકોટના 30 યાત્રાળુ ફસાયા છે. ત્યાં પીવાનું પાણી કે જમવાનું પણ પૂરતું મળતું નથી. ફસાયેલા ગુજરાતીઓ હવે મિલિટરી દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવે એવી વિનંતી પણ કરી રહ્યા છે.

ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ વાતની ગંભીરતાથી લીધી અને ઉત્તરાખંડનાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે વાત કરી અને ત્યાંની પરિસ્થિતિ વિશે ચર્ચા કરી છે. ગુજરાતથી ગયેલા શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઈને બને તેટલી મદદ માટે ચર્ચા કરવામાં આવી છે જે બાદ રાજ્ય સરકાર દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે. સાથે જ એક મહત્વની વાત લામે આવી રહી છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં આદેશ બાદ ફસાયેલા ગુજરાતીઓનો સંપર્ક થઈ શકે છે તે માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર પર વધારે માહિતી પણ મેળવી શકાશે.  CMOએ જાહેર કરેલ હેલ્પલાઈન નંબર છે, 079- 23251900.

ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડનાં વિવિધ ધાર્મિક સ્થળો પર ગયેલા ગુજરાતીઓ હાલ ત્યાં ફસાયા હોવાની જાણકારી સામે આવી રહી છે. કેટલાક લોકોએ ટ્વિટર જેવા માધ્યમોથી પણ સરકાર પાસે મદદ માંગી છે ત્યારે હવે ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તરત એક્શન મોડમાં આવી ગયા છે અને બનતી મદદ પણ કરી રહ્યા છે.

આવી માહિતી અમે Khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે Khissu એપ ને ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.