ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પછી હવે મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે (Reliance Industries Limited) પણ કોરોના સંકટ માં એક મોટું પગલું ભર્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જાહેરાત કરી છે કે કોરોના ને કારણે જીવ ગુમાવનાર કર્મચારીઓનાં પરિવાર ને કંપની દ્વારા 5 વર્ષ સુધી પગાર આપવામાં આવશે. આ સાથે જ કંપનીએ આર્થિક સહાય રૂપે 10 લાખ રૂપિયા ની ચુકવણી ની પણ જાહેરાત કરી છે.
બાળકોનુ શિક્ષણ ફ્રી:- સૂત્રોના જણાવ્યાં મુજબ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ભારતની કોઈ પણ સંસ્થામાં કોરોના થી મુત્યુ પામેલા કર્મચારીઓનાં બાળકોની ટ્યુશન ફી, છાત્રાલય ફી કંપની ભરશે. આ ઉપરાંત, પતિ અથવા પત્ની, માતા-પિતા અને બાળકોને હોસ્પીટલમાં દાખલ કરવા માટે 100 ટકાનુ પ્રીમિયમ પણ કંપની ભરશે.
કર્મચારીઓ ને કોવિડ લિવનો લાભ મળશે:- કંપનીએ એવી પણ જાહેરાત કરી છે કે જે કર્મચારીઓ કોરોના થી સંક્રમિત છે અથવા તેમના પરિવારજનો માંથી કોઈપણ સભ્ય કોરોના થી સંક્રમિત છે, તે જ્યાં સુધી શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણ રિકવર ના થાય ત્યાં સુધી રજા લઈ શકશે.
એવી પણ ખબર છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નાં ચેરમેન મુકેશ અંબાણી એ 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં તેમની કંપની પાસેથી કોઈ પગાર લીધો ન હતો. તેમને સ્વૈચ્છિક રીતે પોતાનો પગાર ન લીધો કારણ કે કોરોના મહામારીનાં કારણે વ્યવસાય અને અર્થતંત્રને અસર થઈ હતી. ગયા વર્ષે નાણાકીય વર્ષમાં તેમણે કંપની પાસેથી 15 કરોડનો પગાર લીધો હતો. કોરોના નાં આ યુગના પોતાનો જીવ ગુમાવનાર સાથીઓના પરિવારોનાં દુઃખમાં રીલાયન્સ પૂરી તાકાત સાથે ઊભી છે. કોઈપણ મૃતક કર્મચારી નામાંકન દ્વારા પ્રાપ્ત થયેલ છેલ્લા પગારની રકમ આવતા પાંચ વર્ષ માટે તેમના પરિવારને આપવામાં આવશે.