હાલ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ખૂબ ચર્ચામાં ચાલી રહ્યા છે ત્યારબાદ ગેસ સિલિન્ડર અને પછી ખાદ્યતેલોના ભાવની ચર્ચાએ વેગ પકડ્યો છે. ઘણા સમયથી લોકો આ અંગે સરકારને રજુઆત કરી ચુક્યા છે પરંતુ કેમ સરકારે મૌન ધારણ કર્યું છે ?
કોંગ્રેસના પ્રવક્તા ડો. દોશીએ કહયું કે સરકાર દ્વારા પેટ્રોલ-ડિઝલ પર ૨૫% જેટલો વેટ અને સેસ વસુલવામાં આવે છે જેને કારણે પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે. બે વર્ષની અંદર જ રાજ્ય સરકારે પેટ્રોલ પર ૮૩૮૧.૯૬ કરોડ રૂપિયા અને ડિઝલ પર ૧૮,૫૩૦.૨૬ કરોડ રૂપિયા જેટલો જંગી વેરો વસૂલી જનતાને પીસી નાખ્યાં છે.
ત્યારે ફેબ્રુઆરી મહિનામાં ચાર વખત એલપીજી ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો કરી લગભગ ૮૨૬ રૂપિયા જેટલો પહોંચાડી દીધો. જોકે સિલિન્ડરમાં રાહત આપતી સબસીડી પણ બંધ કરી દેવામાં આવી. આમ ત્રણ મહિનામાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૨૦૦ રૂપિયા જેટલો વધારો થયો છે.
નોંધ : મિત્રો આખી માહિતી જાણવા માટે ઉપરનો વીડિયો જુઓ.