પોલિસમાં નોકરી કરવા માંગતા હોવ એવા યુવાનો માટે LRD ની ભરતી પ્રક્રિયા આજથી શરૂ કરી દેવાંમાં આવી છે. ભરતી માટે ઉમેદવાર OJAS વેબસાઇટ પર ફોર્મ ભરી શકશે. આ માહિતી હસમુખ પટેલે આપી છે. LRDની 10459 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આની પહેલા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા થોડા દિવસ અગાઉ પોલીસ ભરતીને જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે હવે ભરતીના અરજી માટે ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે આવનાર 100 દિવસમાં ભરતી પૂર્ણ થશે તેવી જાહેરાત પહેલાથી જ કરી દેવામાં આવી છે.
ફોર્મ ભરવા માટે ક્યાં ડોક્યુમેન્ટ જોઇશે? કંઈ તારીખ સુધી ફોર્મ ભરી શકશો? જાણો સંપુર્ણ માહિતી
લાયકાત : 12 પાસ
ઉંમર : 18 થી 34 વર્ષ (જન્મ તા. :09/11/1987 થી 09/11/2003 વચ્ચેની હોવી જોઈએ.).
ચલણ: ફક્ત જનરલ માટે : Rs.100/-
ફોર્મ શરૂ થવાની તા. : 23/10/2021 (03.00 વાગ્યાથી)
છેલ્લી તા. : 09/11/2021 (11.59 સુધી.)
::: જગ્યા :::
બિન હથિયારી પોલીસ કોન્સટેબલ : 5212
હથિયારી પોલીસ કોન્સટેબલ : 797
SRPF પોલીસ કોન્સટેબલ : 4450
કુલ જગ્યા : 10459
જરૂરી ડૉક્યુમેન્ટ:
ફોટો/સહી
આધાર કાર્ડ
જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
ગ્રેજ્યુએટની માર્કશીટ
મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
સ્પોર્ટનું સર્ટિ (જો હોય તો)
NCC સર્ટિ (જો હોય તો)
જો અગાઉ Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો ID ની જરૂર પડશે.
ઑફિશિવેબ સાઈટ પરથી તમે ફોર્મ ભરી શકશો : https://ojas.gujarat.gov.in/