રેશનકાર્ડ ધારકો ને જે દરવખતે બાયોમેટ્રિક પધ્ધતિ (એટલે કે આંગળીઓને સ્કેન કરી) થી રાશન મળતું હતું તે હવે બદલાઈ જશે. હવેથી બાયોમેટ્રિક પધ્ધતિથી રાશન નહીં મળે.
અન્નપૂર્ણા અને અંત્યોદય કાર્ડ ધારકો સહિત રાશનકાર્ડ ધારકોને રાશન આપવા સરકાર નવી જ પધ્ધતિ અમલમાં લાવશે. અત્યારસુધી રેશનકાર્ડ ધારકોને રાશન બાયોમેટ્રિક પદ્ધતિથી આપવામાં આવતું હતું જે હવેથી મોબાઈલમાં OTP અને IRIS ઓથેન્ટિફિકેશનની મદદથી રાશન મળશે.
આ નવી પદ્ધતિનો અમલ કરવા દરેક રેશનકાર્ડ ધારકો ના મોબાઈલ નંબર તેઓના આધારકાર્ડ સાથે લિંક હોવા જરૂરી છે જેથી OTP તમારા મોબાઈલ પર આવી શકે. નાગરીક પુરવઠા વિભાગના જણાવ્યા અનુસાર જેતે રેશનકાર્ડ ધારકના મોબાઈલ નંબર તેઓના આધારકાર્ડ સાથે લિંક ના હોય તો તેને લિંક કરાવી લે નહીતો રાશન મળશે નહીં.
આ નવી પદ્ધતિ કોરોના રોગચાળાને કારણે ફેલાતા ચેપથી બચાવને ધ્યાને રાખીને લાવવામાં આવી છે આ માટે તેલંગણા હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી જેથી હાઇકોર્ટે તેની સુનાવણી આપતા બાયોમેટ્રિક પદ્ધતિ બંધ કરવાનો આદેશ આપ્યો હતો. એક અહેવાલ મુજબ તેલંગાણા રાજ્યમાં આ નિયમ ૧ ફેબ્રુઆરી ૨૦૨૧થી લાગુ થઈ જશે.