khissu

આવતી કાલથી બદલતાં નિયમો માં થયા મોટા ફેરફાર: જાણો હવે ક્યારે બદલાશે?

આવતીકાલે પહેલી જાન્યુઆરી 2021 અને નવા વર્ષની શરૂઆત થઈ રહી છે. ત્યારે ઘણાં નિયમો કાલથી બદલવાના હતાં પણ તેમાં પરિસ્થિતિ ને આધીન ફેરફાર કરવામાં આવ્યા છે. 


1) FasTeg આવતી કાલથી ફરજીયાત નહીં થાય.


અગાઉ સરકારે જાહેરાત કરી હતી કે 31 ડિસેમ્બર 2020 પછી દરેક ફોરવીલ વાહનમાં ફાસ્ટ હોવું જરૂરી બનશે જેમની પાસે ફાસ્ટ નહીં હોય એમની પાસેથી બમણો ચાર્જ વસૂલ કરવામાં આવશે. પરંતુ આ સમય મર્યાદા સરકારે વધારી છે અને હવે નવી તારીખ 15 ફેબ્રુઆરી 2021 જાહેર કરી છે. તો જાહેરાત મુજબ હાલ ટોલ નાકા પર કેશ લેશ ટ્રાન્ઝેક્શન બંધ કરવામાં નહીં આવે.


આપને જણાવી દઇએ કે તમારા ફોર વ્હીલ વાહન પર ફાસ્ટેગ નહીં હોય તો ટોલનાકા પર જે દંડ વસુલ કરવામાં આવે છે એનાથી બમણા દંડ તમારી પાસેથી વસૂલ કરવામાં આવશે. પરંતુ હાલ પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખી ફરજીયાત નિર્ણય 15 ફેબુ્રઆરી સુધી લંબાવવામાં આવ્યો છે.


2) ITR ફાઇલ તારીખ લંબાવવામાં આવી છે. 


અગાઉ સરકારે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2020 જાહેર કરી હતી, પરંતુ હવે આ તારીખ માં વધારો કરવામાં આવ્યો છે અને છેલ્લી તારીખ 10 જાન્યુઆરી 2021 જાહેર કરવામાં આવી છે તો એ મુજબ તમે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ 10 જાન્યુઆરી સુધીમાં કરી શકશો. 


જો આ સમય મર્યાદામાં તમે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ નહીં ભરો તો પછીના સમયગાળામાં તમારી પાસેથી દસ હજારનો એક્સ્ટ્રા ચાર્જ વસૂલવામાં આવી શકે છે.


ટેક્સપેયરો ઓનલાઇન કે ઓફલાઇન ITR કરી શકે છે.


3) વાહન સંબંધિત ડોક્યુમેન્ટ રીન્યુ કરવાની તારીખ લંબાવામાં આવી. 


અગાઉ સરકારે ટુ વ્હીલર, ફોર વ્હીલ તથા એમનાથી મોટા વાહનોનાં ડોક્યુમેન્ટ જેવા કે ડ્રાઇવિંગ લાઇસન્સ, પીયુસી, આર.સી બૂક વગેરે ની સમય મર્યાદા પૂર્ણ થઈ ચૂકી હોય તો એમની રીન્યુ કરવાની  છેલ્લી તારીખ સરકારે 31 ડિસેમ્બર 2020 જાહેર કરી હતી પરતું આ તારીખમાં સરકારે વધારો કર્યો છે અને હવે રીન્યુ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2021જાહેર કરવામાં આવી છે. 


નવી જાહેરાત મુજબ તમારા વાહન સંબંધિત ડોક્યુમેન્ટની અવધિ પૂર્ણ થઈ ચૂકી છે છતાં પણ માન્ય ગણવામાં આવશે અને તમારી પાસેથી દંડ પણ વસુલ કરવામાં નહીં આવે પરંતુ એ માત્ર 31 માર્ચ 2021 સુધી જ.


31 માર્ચ 2021 સુધીમાં દરેક વ્યક્તિએ વાહન સંબંધિત ડોક્યુમેન્ટને રીન્યુ કરાવી લેવા. 


વાહન સંબંધિત ડોક્યુમેન્ટ્સ તમે ઘર બેઠાં ઓનલાઇન પણ રીન્યુ કરાવી શકશો. Www.Parivahan.gov.in વેબસાઇટ પરથી.


4) લોકડાઉન રાત્રિ કર્ફ્યુ લંબાવવામાં આવ્યું. 

ગુજરાત સરકારે અગાઉ જાહેરાત કરી હતી કે 4 મહાનગરો માં 31 ડીસેમ્બર 2020 સુધી જ રાત્રિ કરફ્યુ લગાવવામાં આવશે ત્યાર પછી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી છૂટછાટ મળશે. પરંતુ ગુજરાત સરકારે ફરીથી નિર્ણય કર્યો છે તે અંતર્ગત હવે આગામી દિવસોમાં પણ રાત્રી કર્ફ્યુ યથાવત્ રાખવામાં આવશે જોકે એમના સમયગાળામાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાત્રિના 10 થી સવારનાં 6 વાગ્યા સુધી. 


5) કેન્દ્ર સરકાર lockdown ની guidelines આગળ વધારે

​​

કેન્દ્ર સરકાર દ્વારા કડક લોકડાઉનની ગાઈડ લાઈન્સ ને 31 જાન્યુઆરી 2021 સુધી લાગુ કરવામાં આવી છે જે મુજબ કન્ટેન્મેન્ટ ઝોન માં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ ગાઈડલાઈન્સ પહેલાં 31 ડિસેમ્બર ૨૦૨૦ સુધી જ હતી. 


જોકે હાલ ગુજરાતમાં કોરોના રિકવરી રેટ 94 % કરતએ  વધારે જોવા મળી રહ્યો છે, અને પરિસ્થિતિ પણ દિનપ્રતિદિન કાબુમાં આવતી જાય છે. તેમ છતાં પણ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સ મુજબ ગુજરાતમાં અમલવારી યથાવત રહેશે. 

​​​

આ માહિતી ગુજરાતના દરેક વ્યક્તિઓ જાણી શકે એટલા માટે તમારા વોટ્સએપ ગ્રૂપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરો.