khissu

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: કેંદ્ર બાદ ગુજરાતમાં પણ ધોરણ ૧૨ ની પરીક્ષા રદ, રીપીટર વિધાર્થીઓનું શું થશે?

ગુજરાતમાં ધોરણ 12ની પરીક્ષાનાં વિદ્યાર્થીઓ માટે એક મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત સરકારે ધોરણ 12 ની બોર્ડની પરિક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યની કેબિનેટ ની બેઠકમાં બોર્ડની પરિક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવાયો છે. CBSE એ ગઈ કાલે ધોરણ 12 ની પરીક્ષા રદ કરી હતી. તો બીજી તરફ રૂપાણી સરકારે ઉતાવળમાં ગઇકાલે ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કર્યું હતું. પરંતુ આજે મળેલી બેઠકમાં બોર્ડની પરિક્ષા રદ કરવાનો નિણર્ય લીધો છે. ગુજરાતમાં રાજ્યના જે રેગ્યુલર વિદ્યાર્થીઓ છે તેના માટે આ નિર્ણય લાગુ પડશે. રીપીટર વિદ્યાર્થીઓ માટેનો નિર્ણય આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે. તારીખ 7થી જે નવું સત્ર શરૂ થાય છે તે સત્ર ઓનલાઇન શરૂ થશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાલનાં કોરોના મહામારીની સ્થિતિમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈ CBSE ની ધોરણ 12ની પરીક્ષાને રદ કરવાનો નિર્ણય લીધો હતો. આવા સંજોગોમાં ગુજરાતમાં ધોરણ 12 અને ધોરણ 10નાં રીપીટર વિદ્યાર્થીઓ મળીને કુલ 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ ફકત એક મહિના પછી કોરોના માહોલ વચ્ચે કેવી રીતે પરીક્ષા આપશે તે સવાલ ઊભો થયો હતો. જો કે હવે રાજ્ય સરકાર દ્વારા પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટ બેઠક બાદ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી જણાવ્યું હતું કે, ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા રદ કરવા અંગે કેબિનેટ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેના ગુજરાતમાં પણ બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વિધાર્થીઓને વેક્સિન આપવા અંગે વિચારણા કરવામાં આવી:- આજે મળેલી બેઠકમાં સરકાર ધોરણ 12નાં બોર્ડની પરીક્ષા આપનાર 18 વર્ષથી વધુ વયના તમામ વિધાર્થીઓને વેક્સિન આપવા અંગે વિચારણા કરી હતી. ધોરણ 12 અને ધોરણ 10ની પરીક્ષામાં રિપિટ થનાર 10 લાખ વિધાર્થીઓ પૈકી 6 લાખ વિધાર્થીઓને આવરી લેવામાં આવશે તેવી વાત હતી. 

રીપીટર વિદ્યાર્થીઓનું શું થશે? 

રીપીટર્સ વિદ્યાર્થીએ પાસ કરવાની માંગણી કરી છે. આવા વિધાર્થીઓને સરકાર પાસ કરવા માંગે છે, પણ ક્યાં ધોરણ કઈ રીતે લાગુ કરવા એ પ્રશ્ન સરકાર ને મૂંઝવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે સરકાર તો ધોરણ 10ના રીપીટર વિધાર્થીઓને પાસ કરવા માંગે છે, પરંતુ પાસ કઈ રીતે કરવા? એ પ્રશ્ન સરકારને મૂંઝવે છે. ધોરણ 12ના વિધાર્થીઓનું ઇન્ટરનલ પરીક્ષાના આધારે મૂલ્યાંકન થશે. ધોરણ 12 સાયન્સ ના વિદ્યાર્થીઓ માટે મેડીકલ પ્રવેશની નીટ, ઈજનેરી પ્રવેશ માટેની JEE ની પરીક્ષા લેવાશે. 

આ પણ વાંચો: વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય: 11 કરોડ 80 લાખ વિદ્યાર્થીઓના ખાતામાં જમા થશે પૈસા, જાણો કોને-કોને મળશે લાભ?

પરિક્ષા વિના બાળકો પાસ કેવી રીતે થશે?

જો પરીક્ષાઓ નહિ લેવાય તો બાળકો પાસ કેવી રીતે થશે? આ સવાલ અત્યારે તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓના મનમાં ઘર કરી ગયો છે. પરંતુ આ અંગે હજુ સુધી કોઈપણ પ્રકારની ઓફિસિયલ માહિતી જાહેર કરવામાં આવી નથી. પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઇન્ટરનલ અસાઈમેન્ટ નાં આધારે માર્કિંગ મુકાઇ શકે છે.

આવી માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી દરેક વિધાર્થીમિત્રો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.

Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લીક કરો.