khissu

ધોરણ-૧૦ ની બોર્ડની પરીક્ષાને લઈને મોટો નિર્ણય: જાણો શિક્ષણ વિભાગનો Official પરિપત્ર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ, ગાંધીનગર દ્વારા એક મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના વાયરસના વધતા જતાં કેસોને કારણે 8 મહાનગર પાલિકા વિસ્તારની શાળામાં ધોરણ-૧૦ ના વિધાર્થીઓની શાળા લેવલેની પરીક્ષા યોજાશે નહી. આ સાથો સાથ કન્ટઈન્મેન્ટ ઝોનમાં આવતા વિધાર્થીઓ પરીક્ષા આપી શકશે નહી. કન્ટઈન્મેન્ટ ઝોનમાં આવતા વિધાર્થીઓ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવશે. સાથો સાથ કન્ટઈન્મેન્ટ ઝોનમાં આવતા વિધાર્થીઓએ DEO ની મંજુરી લેવી પડશે. 

મે -2021 માં લેવાના૨ ધો. 10 (SSC) ની પરીક્ષાઓ તા. 10/05/2021 થી તા. 20/05/2021 દ૨મ્યાન યોજાનાર છે. દ૨ વર્ષની જેમ (SSC) ધો-10 પરીક્ષાની યોજના અંતર્ગત જૂથ-2 માં સમાવિષ્ટ મરજીયાત વિષયોની સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પરીક્ષા શાળા કક્ષાએ લેવાતી હોય છે. આ પરીક્ષાની તારીખો જે-તે વર્ષના શાળાકીય પ્રવૃતિ કેલેન્ડ૨માં દર્શાવવામાં આવતી હતી. આ વર્ષે શાળાકીય પ્રવૃતિ કેલેન્ડર તૈયાર થયેલ ન હોઈ, સંદર્ભિત પત્ર -2 થી શાળા કક્ષાના વિષયની પરીક્ષાઓ તા: 15/04/2021 થી તા: 17/04/2021 ના દિવસોમાં સવારે 11:00 કલાકથી શાળા કક્ષાએ લેવાની અને તેના ગુણ બોર્ડની સૂચના મુજબ ઓનલાઈન દર્શાવવાના રહેશે તે મુજબ સૂચના આપવામાં આવેલ હતી. 

આ અંગે ગાંધીનગર બોર્ડ દ્વારા લેવામાં આવેલ નિર્ણયનો Official પરિપત્ર નીચે મુજબ છે.

ઉપરના પરિપત્રમાં આપેલ માહિતિ મુજબ: (1) આઠ મહાનગરપાલિકા વિસ્તા૨ની શાળાઓએ અત્રેથી અન્ય સૂચના ન મળે ત્યાં સુધી આ પરીક્ષાઓ મુલતવી રાખવાની રહેશે.

(2) અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગર મહાનગ૨પાલિકા વિસ્તાર સિવાયના વિસ્તા૨ની શાળાઓ તા: 15 / 04 / 2021 થી તા: 30/04/2021 સુધી શાળા કક્ષાના વિષયની પરીક્ષા લઈ શકશે. 

(3) શાળાઓ જ્યારે ખોલવામાં આવી ત્યારે જે S.O.P. નો અમલ કરવાનું જણાવેલ હતું તે S.O.P. ની તમામ સુચનાઓ અને આરોગ્ય વિભાગની માર્ગદર્શિકાના ચુસ્ત અમલ સાથે સ્થાનિક પ૨સ્થિતિને ધ્યાને રાખી શાળાઓએ પરીક્ષા લેવાની ૨હેશે. 

(4) શાળામાં ભણતાં ધો. 10 ના વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાને રાખી શાળા અલગ - અલગ તારીખ અને સમય મુજબ વિદ્યાર્થીઓની બેચ બનાવી, તબક્કાવાર પરીક્ષા લઈ શકશે. પરીક્ષાની દરેક (બેચ) તબક્કામાં સૈદ્ધાંતિક પ્રશ્નપત્ર અલગ હોવું જોઇએ.

(5) કોવિડ -19 ના સંક્રમણને કારણે અથવા તો કન્ટેન્ટમેંટ ઝોન હોવાને કારણે જો કોઈ નિર્યામત/ખાનગી નિર્યામત વિઘાર્થીઓ શાળા કક્ષાના વિષયની સૈદ્ધાંતિક કે પ્રાયોગિક પરીક્ષાથી વંચિત રહી ગયેલ હોય તો તેવા ઉમેદવારો માટે શાળાએ જિલ્લાશિક્ષણાધિકારીશ્રીની પૂર્વમંજૂરી મેળવી બોર્ડની (SSC) પરીક્ષા પહેલાં સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પરીક્ષા પૂર્ણ ક૨વાની ૨હેશે.

(6) Regular અને Private Regular વિદ્યાર્થીઓને શાળા કક્ષાના વિષયની પરીક્ષાની તારીખોમાં જે ફેરફાર ક૨વામાં આવેલ હોય તેની સંબંધિત તમામ ઉમેદવારોને આપની કક્ષાએથી જાણ ક૨વાની ૨હેશે. 

(7) Regular and Private Regular વિદ્યાર્થીઓના કિસ્સામાં શાળા કક્ષાના વિષયના ગુણ અને નિયમત વિદ્યાર્થીઓએ ૨૦ ગુણમાંથી મેળવેલ આંતરિક ગુણ શાળાકીય પરીક્ષા પૂર્ણ થયેથી શાળા કક્ષાએ રાખવા અને બોર્ડની સૂચના મળ્યેથી ઓનલાઈન વેબસાઈટ ઉપર અપલોડ ક૨વાના રહેશે. શાળાએ કોઈપણ પ્રકારના ગુણ બોર્ડ કક્ષાએ ઓફલાઈન કે ટપાલ માધ્યમથી મોકલવાના નથી.

આ માહિતી ગુજરાતના દરેક વિધાર્થીઓ જાણી શકે તે માટે શેર કરો.