khissu

રૂપિયા ૨૦૦૦ ની નોટને લઈને આવ્યા મોટા સમાચાર : અનુરાગ ઠાકુરે કર્યો મોટો ખુલાસો

2000 રૂપિયાની નોટો ફરી વખત હાલ ચર્ચાનો વિષય બની છે. સોમવારે નાણાં મંત્રાલય એ એક સવાલ ના જવાબમાં કહ્યું હતું કે 2000 રૂપિયાની નોટ છેલ્લા બે વર્ષોથી છાપવામાં નથી આવી. રાજ્ય નાણા મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે 30 માર્ચ 2018 માં 2000 રૂપિયાની 336.2 કરોડ નોટ સર્ક્યુલેશન માં હતી. જ્યારે 26 ફેબ્રુઆરી 2021 ના રોજ તેની સંખ્યા ઘટીને 249.9 કરોડ થઈ હતી.

અનુરાગ ઠાકુરે એ પણ કહ્યું હતું કે કોઈ પણ નોટોની છાપણી માટે આરબીઆઈ ની સલાહ લેવામાં આવે છે. જે લોકોની લેણ દેણ ની માંગોને પૂરી કરવા માટે હોય છે. આરબીઆઈ એ 2019-20 અને 2020-21 માં 2000 રૂપિયાની નોટોને છાપવા માટે ઓર્ડર જ નથી આપ્યો.
 

બ્લેક મની રોકવા માટે 2000 રૂપિયાની નોટો ની છાપણી બંધ કરવામાં આવી.
 

2000 રૂપિયાની નોટો ન છાપવાનું મુખ્ય કારણ જમાખોરી અને બ્લેકમની ને રોક લગાવવા નુ હતું. 2000 ની નોટને 2016 માં લોન્ચ કરવામાં આવી હતી. સરકારે બ્લેકમની પર રોક લગાવવા અને ખોટી નોટુ ને ચલણમાંથી બહાર કાઢવા નવેમ્બર મહિનામાં 1000 અને 500 ની નોટો પર પ્રતિબંધ લગાડયો હતો.

આરબીઆઈ એ 1000 અને 500 નોટો ની જગ્યાએ 2000 ની નોટો બહાર પડી હતી. તે સિવાય આરબીઆઈ એ 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા અને 200 રૂપિયા નો નોટો પણ બહાર પાડી હતી.