જો તમે કોઈપણ કામ કરી રહ્યા છો અને તમારુ PF કપાઈ છે તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. તમને જણાવી દઈએ કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને તેના ગ્રાહકો માટે ઈ-નોમિનેશન ફરજિયાત બનાવ્યું છે. આ સાથે, જો તમે ઈ-નોમિનેશન કરાવો છો, તો તમને અન્ય લાભો પણ મળશે.
ઈ-નોમિનેશન ફરજિયાત કરવામાં આવ્યું છે
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે જો તમે EPFO ખાતામાં EKYC કરો છો, તો તમને અને તમારા પરિવારને સામાજિક સુરક્ષા પણ મળે છે. EPFO નોમિનીની માહિતી આપવા માટે ઈ-નોમિનેશનની સુવિધા પણ આપી રહ્યું છે.
EPFOએ તેના સબસ્ક્રાઈબર્સને કહ્યું છે કે દેશના તમામ EPFO ધારકોએ ઈ-નોમિનેશનની પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ. જો તમે ઈ-નોમિનેશન કરાવો છો, તો મૃત્યુના કિસ્સામાં, નોમિની/પરિવારના સભ્યોને પીએફ, પેન્શન અને વીમા સંબંધિત પૈસા ઉપાડવામાં મોટી મદદ મળે છે. આ સાથે, નોમિની ઓનલાઈન પણ ક્લેઈમ કરી શકે છે.
બીજા ઘણાં છે ફાયદા
તમને જણાવી દઈએ કે EPFO સબસ્ક્રાઈબર્સને એમ્પ્લોયી ડિપોઝિટ લિન્ક્ડ ઈન્સ્યોરન્સ સ્કીમ હેઠળ વીમા કવરની સુવિધા પણ મળે છે. આ યોજના હેઠળ 7 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ પણ ઉપલબ્ધ છે.
આ રીતે કરો પ્રોસેસ
તમે સૌપ્રથમ https://www.epfindia.gov.in/ પર જાઓ.
હવે અહીં સેવાઓ FOR EMPLOYEES પર ક્લિક કરો અનેMember UAN/Online Service (OCS/OTCP) પર ક્લિક કરો.
નવું પેજ ખુલ્યા પછી, તમારે UAN અને પાસવર્ડથી લોગિન કરવુ પડશે.
આ પછી મેનેજ ટેબ હેઠળ ઇ-નોમિનેશન પસંદ કરો.
આ પછી તમારા પરિવારના સભ્યને ઉમેરો
અહીં કુલ રકમ શેર માટે નોમિનેશન વિગતો પર ક્લિક કરો, પછી સેવ EPF નોમિનેશન પર ક્લિક કરો.
હવે અહીં OTP જનરેટ કરવા માટે ઈ-સાઇન પર ક્લિક કરો, હવે આધાર સાથે લિંક કરેલા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP દાખલ કરો. એટલે ઇ નોમીનેશન થઈ જશે.