ઇફકોના માર્કેટિંગ સર્વિસ ડિપાર્ટમેન્ટએ 7 એપ્રિલના રોજ એક નોટિસ બહાર પાડી હતી. જેમાં ડીએપી અને અન્ય ખાતરના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અને લખ્યું હતું કે આ ભાવ 1 એપ્રિલથી લાગુ પડશે. જેમાં માર્કેટિંગ ડાયરેક્ટર યોગેન્દ્ર કુમારના હસ્તાક્ષર પણ હતા. જે નોટિસમાં ખાતરના ભાવમાં 375 થી 700 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જે ભાવો વધતા અને જાહેરાત થતાં ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો અને સોશિયલ મીડિયા માં વિરોધ પણ જોવા મળ્યો હતો. ત્યાર બાદ આજે (9 એપ્રિલ ના રોજ) ગુજરાત કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાએ મોટી માહિતી આપી હતી. તેમને જણાવ્યું હતું કે રાસાયણિક ખાતર ના ભાવમાં હાલ કોઈ વધારો કરવામાં નહીં આવે. ખાતરના ભાવ સ્થિર રહશે. જેથી ખેડૂતોને જૂના ભાવે ખાતર મળી રહશે.
આમ, ખાતરના ભાવમાં વધારો પાછો ખેંચવામાં આવ્યો છે. જે DAP ખાતર ના ભાવમાં 700 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો તે પાછો ખેંચી લેવામાં આવ્યો છે. આ સમાચાર મળતાં ખેડૂતોને રાહત મળી છે.
ખાતર કંપની (IFFCO)એ 9 એપ્રિલે આપેલ સાચી માહિતી:
ખાતરની થેલી માં ભાવ વધારો આ વાત ખોટી છે.
ઇફ્કો એ પોતાના નિવેદનમાં કહ્યું છે કે અમને ખાતરના ભાવમાં વધારો કરવા માટે કોઈપણ રાજકીય પક્ષ અથવા સરકાર સાથે જોડાવાની વાત કરતા સમાચાર ઉપર સખત વાંધો છે. ઇફકો દ્વારા ખાતરના ભાવમાં વધારો થયો છે આ વાત ખોટી છે. કંપની દ્વારા કાચા માલ ની આંતરરાષ્ટ્રીય કિંમતો અને અંતિમ સ્વરૂપ આપવાનું બાકી છે. ઇફકો નું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા માલની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે.
જૂની ખાતરની થેલી જૂના ભાવમાં જ મળશે :
ઇફકો નું એવું કહેવું છે કે નવી થેલીઓ પર કિંમત પ્રિન્ટ કરવી એ જરૂરી છે. અને થેલીઓ પર જે ભાવ વાળા ફોટા વાઇરલ થઈ રહ્યા છે તે કામચલાઉ છે.વધુમાં ઇફકો કંપનીએ જણાવ્યું હતું કે માર્કેટિંગ ટીમને પણ જુના ભાવે ખાતર વેચવા નિર્દેશ કર્યો છે. અમે હંમેશા ખેડૂતોના દ્રષ્ટિકોણ થી જ નિર્ણય લઈએ છીએ.
ઇફકોના મેનેજર ડાયરેક્ટર એ શું કીધું ?
ઇફકોના સીઈઓ અને મેનેજર ડાયરેક્ટર એ ટ્વીટ કરી ની જણાવ્યું હતું કે 11.26 લાખ મેટ્રિક ટન ખાતરનો થેલીઓ જૂના ભાવમાં જ વેંચાશ. તેને કહ્યું હતું કે 50 કિલોની થેલી એનપિકે (NPK) 1185 અને એનપીએસ (NPS) ની થેલી 925 રૂપિયામાં જ ખેડૂતોને મળશે.
ક્યાંથી આવી ભાવમાં વધારાની વાત.
ઇફકોના માર્કેટિંગ સર્વિસ ડિપાર્ટમેન્ટ એ 7 એપ્રિલ ના રોજ એક નોટિસ બહાર પાડી હતી. જેમાં ડીએપી અને અન્ય ખાતરના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અને લખ્યું હતું કે આ ભાવ 1 એપ્રિલથી લાગુ પડશે. જેમાં માર્કેટિંગ ડાયરેક્ટર યોગેન્દ્ર કુમારના હસ્તાક્ષર પણ છે.
આ સાચી માહિતી ગુજરાતનાં દરેક ખેડૂત ભાઈઓ જાણી શકે તે માટે શેર કરો.